<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વિજય બેંકની લેણી રકમની દરખાસ્‍તમાં બેંકના બાકીદાર હસમુખ વોરાને એક માસ માટે સિવિલ જેલમાં બેસાડવા હૂકમ

પોણા ત્રણ લાખની અંગેના હૂકમનામા સંદર્ભે થયેલ દરખાસ્‍તમાં કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૩: રાજકોટની જાણીતી બેન્‍ક શ્રી વિજય કોમર્શીયલ, કો-ઓપરેટીવ બેન્‍ક લી.ના બાકીદાર હસમુખલાલ રતીલાલ વોરા સામે લોનની બાકી રકમ ચુકવવા શ્રી વિજય કોમર્શીયલ, કો-ઓપરેટીવ બેન્‍ક લી. એ તેમના એડવોકેટ મારફત અત્રેની કોર્ટમાં સીવીલ પ્રોસીજર કોડ હેઠળ દરખાસ્‍ત દાખલ કરેલ. બાકીદાર હસમુખલાલ રતીલાલ વોરાએ દરખાસ્‍ત મુજબની બાકી રકમ ન ચુકવતા તેની વીરૂધ્‍ધ સીવીલ જેલમા બેસાડવાની અરજી કરવામાં આવી. સદરહુ અરજી અત્રેના અધિક સીનીયર સીવીલ જજશ્રી વી.એ.રાણાએ મંજુર કરી બેન્‍કના બાકીદાર એવા હસમુખલાલ રતીલાલ વોરાને ૧(એક) માસની સાદી કેદની કેદની સિવિલ જેલ સજાનો સજાનો હુકમ ફરમાવતા બેન્‍કના બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કીસ્‍સાની ટુંકમાં વિગત એવી છે કે, હસમુખલાલ રતીલાલ વોરા રહે. ‘'વીપીન વિલા', ૫-રામકળષ્‍ણનગર, રાજકોટવાળાએ રાજકોટની શ્રી વિજય કોમર્શીયલ, કો-ઓપરેટીવ બેન્‍ક લી.ના સભાસદ દરજજે લોન લીધેલ. સદરહુ લોનની બાકી લેણી રકમ રૂા.૨,૭૪,૭૦૭/ ન ચુકવતા શ્રી વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્‍ક લી. એ તેમના એડવોકેટ મારફતે રાજકોટની લવાદ કોર્ટમા દાવો દાખલ કરેલ.

 સદરહુ દાવો લવાદ કોર્ટ દ્વારા મંજુર કરી લેણદારની લેણી રકમ રૂા.૨,૭૪,૭૦૭/- તથા તે રકમ વસુલ થતા સુધીના ૧૮+ ૩% લેખે ચડતા માસીક વ્‍યાજ તથા આ દાવા ખર્ચ ના રૂા. ૫૦૦૦/- સહીત મળીને જે રકમ થાય તે વસુલ કરવાનું હુકમનામુ કરવામા આવ્‍યુ. સદરહુ હુકમનામા મુજબની રીકવરી કરવા શ્રી વિજય કોમર્શીયલ, કો-ઓપરેટીવ બેન્‍ક લી. એ તેમના એડવોકેટ મારફતે રાજકોટની સીવીલ કોર્ટમા દરખાસ્‍ત દાખલ કરેલ હતી. સદરહુ દરખાસ્‍ત દાખલ કર્યા પછી પણ બેન્‍કના બાકીદાર એવા હસમુખલાલ રતીલાલ વોરાએ બાકી રકમ ન ચુકવતા તેમના વિરૂધ્‍ધ સીવીલ જેલમા બેસાડવાની અરજી કરવામા આવી. સદરહુ અરજી રાજકોટના અધિક સીનીયર સીવીલ જજશ્રી વી.એ. રાણાએ મંજુર કરી બાકીદાર એવા હસમુખલાલ રતીલાલ વોરાને ૧(એક) માસ માટે સીવીલ જેલમા બેસાડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં શ્રી વિજય કોમર્શીયલ, કો-ઓપરેટીવ બેન્‍ક લી. વતી રાજકોટના એડવોકેટ કિશન એમ. પટેલ રોકાયેલ હતા

(3:58 PM IST)