<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મુમુક્ષુ હેત્‍વી પરમારની દિક્ષા પ્રસંગે પૂ. ગુરૂ ભગવંતોનો કાલે નગર પ્રવેશ

રાત્રે કરણપરા ચોક ખાતે કસુંબલ લોકડાયરો

રાજકોટ તા. ૩: પૂ. ગુરૂભગવંતોના પાવન સત્‍સંગ અને સંસર્ગથી રાજકોટના રજપૂત પરિવારનાં વિમલભાઇ મનુભાઇ પરમારની સુપુત્રી ચિ. હેત્‍વી (ઉ.વ.ર૦) સંસારના સ્‍વરૂપને જાણ્‍યા પછી યુવા વયે પ્રવ્રજયાનો માર્ગ ગ્રહણ કરીને આત્‍મકલ્‍યાણના પંથે પગલા માંડશે.

રાજવૈભવી ઉત્‍સવ છે રજપૂતાણીનાં રાજપથ પ્રયાણમાં આવતિકાલ તા. ૪ રવિવાર સવારે ૭ કલાકે આચાર્ય ભગવંત પ. પૂ. તીર્થભદ્રસુરીશ્‍વરજી મહારાજ સાહેબ આદિઠાણાઓનો નગર પ્રવેશ નિમિતે ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત વરઘોડો નિકળશે જેમાં વિશાળ સંખ્‍યામાં જૈન સમાજ તેમજ રજપૂત સમાજનાં ભાઇ-બહેનો ઉપરાંત કાર તેમજ ટુ વ્‍હીલર ધારકો તેમજ જૈન સમાજનાં સાધુ-સંતો જોડાશે, આ વરઘોડામાં ડેકોરેટવી બગી, સાફાધારી અને બેડાધારી બહેનો, વેશભુષામાં સજજ બાળકો, ઢોલ નગારા સાથે આ વરઘોડો શ્રી આશાપુરા મંદિર પાસેથી પ્રારંભ થઇ, સંતોષ ડેરી ફાર્મ, કરણપરા ચબુતરા ચોક, મઢુલી ચોક, જિનાજ્ઞા, ડો. કેશુભાઇ દવાખાનું, કોર્પોરેશન ચોક, જી.ટી. ગર્લ્‍સ સ્‍કુલ, ગેસ્‍ફોર્ડ સિનેમા, માલવીયા ચોક, મહાવીરભુવન જૈન બોર્ડીંગ ખાતે પૂર્ણાહુતિ થશે. સવારે ૮.૩૦ સકલ સંઘની નવકારશી ત્‍યારબાદ સવારે ૯.૦૦ કલાકે વસ્‍ત્ર રંગોત્‍સવ તથા પૂ. ગુરૂભગવંતોનું મનનીય પ્રવચન જેમાં સંગીત અંકુરભાઇ શાહ-સુરત, બપોરે ર.૩૦ કલાકે ડીયર હેત્‍વી નામક કાર્યક્રમ પ્રહલાદ પ્‍લોટનાં બહેનો પ્રસ્‍તુત કરશે.

સાંજે ૭ કલાકે શ્રી પ્રહલાદ પ્‍લોટ દેરાસર ખાતે કુમારી હેત્‍વી પરમારની અદભુત અને ભવ્‍યાતિ ભવ્‍ય મહાપુજા શ્રી સંઘનાં યુવક મંડળ દ્વારા શ્રી પ્રહલાદ પ્‍લોટ જૈન મુર્તિપૂજક સંઘ, ર૭/૩૭ પ્રહલાદ પ્‍લોટ, રાજકોટ ખાતે કરવામાં આવશે.

જયારે કરણપરા ચોક ખાતે રાત્રે ૮ કલાકેઃ રજપૂતની ડેલી એ એટલે કે કરણપરા ચોક ખાતે લોકસાહિત્‍ય ક્ષેત્રે આગવું સ્‍થાન ધરાવતા અને ડાયરા પ્રેમીઓનો મનપસંદ એવા લોક સાહિત્‍યકાર હરદેવભાઇ આહિર અને તેમના સાથી કલાકારોનો કસુંબલ લોકડાયરો પ્રસ્‍તુત કરશે.

(3:04 PM IST)