News of Saturday, 3rd May 2025
જયાનંદ ધામ નવગ્રહ જિનાલયે કાલે સ્નાત્ર પૂજા
પૂ. આ.ભ.શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા : માણીભદ્ર વીર દાદા તથા ઘંટાકર્ણ વીરને ધરવામાં આવેલ સુખડી પ્રસાદનો લાભ મળશે

રાજકોટ, તા.૩: પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જયશેખર સૂરીશ્વરજી મ. સા. આદીઠાણાની પ્રેરણાથી શ્રી જયધર્મ કલ્યાણ નિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે કાલે રવિવારનાં સવારે ૮-૧૫ વાગ્યે માણીભદ્ર વીર દાદા તથા શ્રી ઘંટાકર્ણ વીરને સુખડી ધરવામાં આવશે. સુખડી પ્રસાદનો સૌને લાભ મળશે. સુખડીના લાભાર્થી પરિવાર આશાબેન અશ્વિનભાઈ લીલાધરભાઈ જસાણી પરિવાર છે.
સવારે ૧૦:૦૦ કલાકે સ્નાત્ર પૂજાનું આયોજન લાભાર્થી પરિવાર નેહાબેન વિજયભાઈ મહેતા, પરિતા મોનીલ મહેતા ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશનવાળા દ્વારા કરવામાં આવેલ છે જે મુનિસુવ્રત સ્વામી મહિલા મંડળ (પારસધામ) દ્વારા ભણાવવામાં આવશે. દર રવિવારે સાંજે ૭:૩૦ વાગ્યે સમુહ આરતી કરવામાં આવે છે. આ રવિવારે સમુહ આરતીનાં લાભાર્થી જયશ્રીબેન કિશોરભાઈ કામદાર પરિવાર છે. તેમ જયાનંદ ધામના કપિલભાઈ જસાણી, નીરવભાઈ શાહ તથા દિલેશભાઈ શાહની યાદી જણાવે છે.
(3:05 PM IST)










