<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મુમુક્ષુ ડીમ્‍પલબેન બન્‍યા પૂ. શ્રી કૃતજ્ઞાજી મ.સ.

પૂ.ગુરૂભગવંત શ્રી રાજેશમુનિ મ.સા. એ કરેમી ભંતેના પાઠ ભણાવ્‍યાઃ તા.૧૦ને શનિવારે વડી દીક્ષા : હેમુ ગઢવી હોલથી ખૂબ જ સાદગી સાથે મહાભિનિષ્‍ક્રમણ યાત્રા નિકળીઃ વિરાણી હાઈસ્‍કૂલમાં શ્રી ડુંગરગુરૂ પ્રવજ્‍યા પટાંગણમાં દિક્ષા વિધી સંપન્‍ન

રાજકોટ, તા.૩: ધર્મનગરી રાજકોટમાં તા. ૩ મે ૨૦૨૫, શનિવારના રોજ હજારો ભાઈઓ-બહેનોને જૈન ભાગવતી દીક્ષા મહોત્‍સવમાં પ્રત્‍યક્ષ સાક્ષી બનવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. દીક્ષાર્થીકુમારી શ્રી ડિમ્‍પલબેન નવીનભાઈ વિરાણી યુવાન વયમાં જૈન શાસનને સમર્પિત થયા. દીક્ષાર્થીકુમારી શ્રી ડિમ્‍પલબેન ઘણા વર્ષોથી જૈન દીક્ષા અંગીકાર કરવાની ભાવના ભાવી રહેલ તેથી જૈન ધર્મના આગમોનો જ્ઞાન-અભ્‍યાસ ગુરુકળપાથી વિશેષ રૂપે કરી રહેલ. વૈરાગ્‍યના ભાવો ખૂબ જ દ્રઢ બનેલ અને પરિવારજનોની પણ ઉત્તમ ભાવના કે ચિ. શ્રી ડિમ્‍પલબેનની દીક્ષા ગ્રહણની ભાવના વહેલાંસર પૂર્ણ થાય. દીક્ષાર્થીની સર્વે યથાયોગ્‍યતા ડિમ્‍પલબેનમાં છે તેની પૂર્ણ ચકાસણી કરી શ્રી ગોંડલ સંપ્રદાય સ્‍થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટે અને શ્રી ઋષભદેવ જૈન સંઘે પણ દીક્ષા સહમતિ પ્રદાન કરેલ.

આજે સવારે કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટથી મહાભિનિષ્‍ક્‍મણ યાત્રાનો મંગલ પ્રારંભ પગપાળા થયેલ. જેમાં વિશાળ જન સમૂહે ભાગ લીધેલ, દરેક ભાઈઓ- બહેનો એ જૈન પ્રતિક રૂપ મુહપતિ મુખ ઉપર ધારણ કરીને દીક્ષાર્થીના ગગનચુંબી જય-જયકાર સાથે દીક્ષા ભૂમિ (વિરાણી હાઈસ્‍કૂલ) ટાગોર રોડ ખાતે પ્રયાણ કરેલ. કોઈપણ પ્રકારના આડંબર કે આરંભ-સમારંભ વગર, ખૂબ જ સાદગી સાથે બેંડવાજા, રથ, ડીજે વિના પગપાળા મહાભિનિષ્‍ક્‍મણ યાત્રા યોજાઇ. દીક્ષા ભૂમિ (વિરાણી હાઈસ્‍કૂલ)માં સવારે ૬ થી જૈન દીક્ષા મહોત્‍સવનો પ્રારંભ થયેલ.

ભગવાન મહાવીર સ્‍વામીના જયવંતા જૈન શાસનના ગોંડલ સંપ્રદાયના પૂજય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબે  અનંતી કળપા વરસાવીને અસંખ્‍ય દેવો-મહેન્‍દ્રો પણ ઝંખતા હોય એવા દીક્ષાના મહામૂલા ઉત્તમ કલ્‍યાણકારી-મંગલકારી-શ્રેયકારી ‘કરેમિ ભંતે'ના પાઠ દીક્ષાર્થીકુમારી શ્રી ડિમ્‍પલબેન નવીનભાઈ વિરાણીને ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં શ્રી વિરાણી હાઈસ્‍કૂલના ‘શ્રી ડુંગરગુરુ પ્રવજ્‍યા પટાંગણ'માં ભણાવ્‍યા હતા.

દીક્ષાર્થી કુમારી શ્રી ડિમ્‍પલબેન નવીનભાઈ વિરાણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરીને શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીના જયવંતા જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્યસ્‍થાપક ગચ્‍છાધિપતિ આચાર્ય ૧૦૦૮ બા.બ્ર. પરમ પૂજ્‍યશ્રી ડુંગરસિંહજી સ્‍વામીના પટાનુપાટ બહુશ્રુત આચાર્ય બા.બ્ર. પરમ પૂજ્‍યશ્રી જશાજી સ્‍વામી પાટાનુપાટ સ્‍થવિર ગુરુદેવ પરમ પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજસાહેબના શિષ્‍યરત્‍ન ચારિત્રનિષ્ઠ અનંત ઉપકારી પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના આજ્ઞાનુવર્તી ‘પૂજયશ્રી હીરલગુરુણી' પરિવારના સુદીર્ઘ સંયમ સ્‍થવિરા સાધ્‍વીપ્રમુખા અનંત ઉપકારી પરમ પૂજ્‍ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઇ મહાસતીજીના સુશિષ્‍યા બા.બ્ર. પરમ પૂજ્‍યશ્રી કળતજ્ઞાજી મહાસતીજી ભગવંત બનેલ.

નવદીક્ષિત બા.બ્ર. પરમ પૂજ્‍યશ્રી કળતજ્ઞાજી મહાસતીજી ભગવંતની વડી દીક્ષા (છેદોપસ્‍થાપનીય ચારિત્ર) ગ્રહણ વિધિ તા. ૧૦ ને શનિવારે શ્રી ઋષભદેવ જૈન સંઘના આંગણે શાશ્વત એપાર્ટમેંટ, પારસ હોલ સામે, રાજકોટ સવારે ૮.૩૦ કલાકથી શરૂ થશે.

શ્રી ઋષભદેવ જૈન સંઘ, શ્રી ઋષભાનન જૈન સંઘ, શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, શ્રી વિશાલપ્રભ જૈન ધર્મસ્‍થાનક  શ્રી શીતલનાથ જૈન સંઘ, શ્રી શાંતિનાથ જૈન સંઘ, શ્રી સુમતિનાથ જૈન સંઘ, અને શ્રી સંભવનાથ જૈન સંઘ આદિ શ્રી સંઘોના ભાઈઓ- બહેનોએ સેવા-વૈયાવચ્‍ચ કરેલ.

શ્રી ગોંડલ સંપ્રદાય સ્‍થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્‍થાપક સભ્‍યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, દિલીપભાઇ સખપરા, પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ સંયમ અનુમોદના કરેલ. નવ દીક્ષિત મહાસતીજી ભગવંતના દર્શન હાલ શ્રી ઋષભદેવ ઉપાશ્રય, ૧ તિરૂપતીનગર, નિર્મલા રોડ, રાજકોટ થાય છે. તેમ શ્રીસંઘ સહપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.

(3:05 PM IST)