News of Saturday, 3rd May 2025
વીરાણી હાઇસ્કુલના મેદાનમાં ર૧ જેટલા ધંધાર્થીઓ-ક્રિકેટ કેમ્પ ધમધમે છે!
સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા શરતભંગ કેસ ચલાવાય તે પહેલા મામલતદાર પાસેથી બીજી વખત રીપોર્ટ મંગાવ્યો : પશ્ચિમ મામલતદારની તપાસ-રોજકામમાં બહાર આવતી ચોંકાવનારી વિગતોઃ તમામ નામ-સરનામા-નિવેદનો લેવાતા સન્નાટો : મામલતદારની તપાસમાં જીઇબીના એક કનેકશનમાંથી ૮ થી ૧૦ લોકોએ છેડા લીધાનો ધડાકોઃ વીજ તંત્રનું ધ્યાન દોરાયું મામલતદાર આજે અથવા તો આવતા વીકમાં સીટી પ્રાંત-૧ ને રીપોર્ટ કરશે

રાજકોટ, તા. ૩: તાજેતરમાં રાજકોટ સીટી પ્રાંત ડો. ચાંદની પરમારે વિરાણી હાઈસ્કૂલને અપાયેલ સરકારી જમીન ઉપર શરત ભંગ આગે પヘમિ મામલતદાર પાસેથી બીજી વખત વિરાણી હાઈસ્કૂલમાં કયા પ્રકારના દબાણો છે તે અંગેનો વિસ્તળત રિપોર્ટર મગાવ્યો હતો.
દરમિયાન કલેક્ટર કચેરીના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પヘમિ મામલતદાર અને તેમની ટીમ દ્વારા વિરાણી હાઈસ્કૂલમાં ફુલ પ્રુફ સર્વે કરાતા ૨૧ જેટલા ધંધાર્થી હાઈસ્કૂલના મેદાનમાં ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે. આમા એક મોટો ક્રિકેટનો કોચિંગ કેમ્પ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મામલતદાર અને તેમની ટીમ દ્વારા ૨૦ થી ૨૧ જેટલા પાસેથી નામ સરનામા સાથે નિવેદનો પણ લેવામાં આવ્યા છે. અમુક ધંધાર્થીઓએ મામલતદાર દ્વારા લેવામાં આવેલા નિવેદનમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમને ખાલી જમીન આપી છે ખાણી પીણી અને અન્ય બીજો ધંધો કરી રહ્યા છીએ તેમજ વિરાણી હાઈસ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નાસ્તો કરવા કે આવે તો આઈકાર્ડ જોઈ ૧૦ થી ૧૫% ડિસ્કાઉન્ટ આપે છે તો ક્રિકેટ કોચિંગ કેમ ચલાવતા બે સંચાલકોએ એવું નિવેદન આપ્યું છે કે અમને ક્રિકેટ માટે જમીન આપવામાં આવી છે. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ ક્રિકેટની તાલીમ આપીએ છીએ, ટુંકમાં વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટીઓ ભાડુ લેવાનું હવે હાલ કોઇએ નિવેદન આપ્યું નથી.
દરમિયાન કચેરીના અધિકારી સૂત્રોએ ઉમર્યું હતું કે સ્કૂલનાં મેદાનમાં ચાલતા ધંધાકીય બાબતે રિપોર્ટ આજે અથવા તો આવતા વીકમાં સીટી પ્રાંત ૧ ડોક્ટર ચાંદની પરમારને પヘમિ મામલતદાર દ્વારા અપી દેવાશે.
મામલતદારાની તપાસમાં જીઇબીના એક કનેકશનમાંથી ૮ થી ૧૦ લોકોએ વીજ કનેકશન લીધાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. તેઓએ વીજ તંત્રને પણ જાણ કરી છે.
આ રિપોર્ટ બાદ ડો. ચાંદની પરમાર દ્વારા વિરાણી હાઈસ્કૂલના જમીનના શરત ભંગ અંગે હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ તથા મેદાનની અંદર ૨૦ થી ૨૧ જેટલા ધંધાર્થીઓને નોટિસો આપીને શરતભંગે અંગે કયા પ્રકારની કાર્યવાહી કરવી તેમનો નિર્ણય લેવાશે.
દરમિયાન વિરાણી હાઇસ્કુલ ને અપાયેલસરકારી જમીનનો એક કેસ હાલ હાઇકોર્ટમાં ચાલુ છે અને તેમાં બે જેટલી સૂનાવણી પૂર્ણ થઈ ચૂકી છે.
(3:34 PM IST)










