<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

જૂની કલેકટર કચેરી ખાતે ગીરગંગા ટ્રસ્‍ટ અને સીટી પ્રાંત-૧ કચેરી દ્વારા આજથી બોર રિચાર્જિંગનું અભિયાન

રાજકોટ, તા.૩: ભારત સરકારના જળ મંત્રાલયના માર્ગદર્શન માં અને રાજ્‍ય સરકાર સાથે સંકલિત થઈને જળ સંચયની પરિણામલક્ષી પ્રવળત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમાં ૬૫૦ થી વધુ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે, આજથી સીટી પ્રાંત-૧ની કચેરીના સહયોગથી રાજકોટ સ્‍થિત સરકારી કચેરીઓમાં આજથી બોર રિર્ચાજિંગ શરુ કરવામાં આવ્‍યું.

કલેકટરશ્રી પ્રભવ જોશીના પ્રત્‍યક્ષ સંકલનમાં સૌ અધિકારીઓ પણ આ બોર રિર્ચાજિંગમાં જોડાયા અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી શ્રી સી આર પાટીલની કલ્‍પના પ્રમાણેનું ઉમદા કાર્યનો પ્રારંભ કરાયો છે. તસ્‍વીરમાં જૂની કલેકટર કચેરી ખાતે સીટી પ્રાંત-૧ ડો.ચાંદની પરમાર, શિરેસ્‍તેદાર શ્રી ભાલોડીયા અને અન્‍યો દ્વારા નવા બોરવેલ અંગેની કામગીરી શરૂ થઈ તે નજરે પડે છે.

(3:37 PM IST)