<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

૧૫૦ રીંગ રોડ સાગર ચોક આવાસ ક્વાર્ટર પાસેથી ઇમરાન બેલીમને એસઓજીએ ગાંજા સાથે પકડ્યો: પીઆઇ એસ.એમ. જાડેજા, એન.વી. હરિયાણી, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી: ફિરોઝભાઈ શેખ, કિશોરભાઈ ઘૂઘલ, અમિતભાઈ ટુંડીયાની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડી લીધો છે. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "સે નો ટુ ડ્રગ્સ” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. ફિરોઝભાઇ શેખ તથા પો. કોન્સ. કિશોરભાઇ ધુધલ તથા અમિતભાઇ ટુંડીયાની સંયુકત બાતમી આધારે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ સાગર ચોક, આર.એમ.સી. આવાસ યોજના કવાટર બ્લોક નંબર -૧૩/૧૪૧૬ પાસેથી રૂ.૨૩૪૧૦ના ૨ કિલો ૩૪૧ ગ્રામ ગાંજા સાથે ઇમરાન ઇકબાલભાઇ બેલીમ (ઉ.વ.૩૨ ધંધો-રી.ડ્રા. રહે- ૧૫૦ ફુટ રીંગ રોડ સાગર ચોકઆર.એમ.સી. આવાસ યોજના કવાટર બ્લોક નંબર-૧૩/૧૪૧૬ અમિતાબેન કુરેશીના મકાનમાં ભાડેથી)ને પકડી લીધો છે.

આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામા આવેલ છે. પોલીસે ગાંજો, મોબાઈલ, રોકડ, નીલમ ચાનો થેલો મળી ૩૪૧૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગાંજાનું પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી ઉપાધ્યાયએ આપ્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની રાહબરી હેઠળ. પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.ઇન્સ. એન.વી. હરીયાણી તથા પો.સબ.ઇન્સ. એસ.બી.ધાસુરા તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા ફિરોજભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા તથા પો કોન્સ કિશોરભાઇ ધુધલ તથા રવિભાઇ ધુધલ તથા અમિતભાઇ ટુંડીયા તથા મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રા. પો. કોન્સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(10:12 AM IST)