News of Sunday, 4th May 2025
કોઠારીયા શ્રીરામ પાર્કના ઓટો પાર્ટસના વેપારીને મરવા માટે મજબૂર કરનાર બે શખ્સ સમીર અને જાકિર સામે આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ: શહેરના કોઠારીયા ગામે શ્રીરામ પાર્કમાં રહેતા અને ઓટો પાર્ટસની દુકાન ધરાવતા વેપારી કમલેશભાઈ મુકેશભાઈ સરેરીયા (ઉ.વ.૨૮)એ બે શખ્સો સામે અપમાનિત કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવ્યા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસે મૃતકના માતા ભાવનાબેન સરેરિયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી બંને શખ્સો સલીમ અસલમ દલ અને જાકીર આદમ દલ (રહે. બંને બાપુનગર) સામે મરવા મજબુર કરવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં ભાવનાબેને પોલીસને જણાવ્યું કે બાપુનગરમાં મોમાઈ ઓટો એસેસરીઝ નામે રીક્ષાના ઓટો પાર્ટસની દુકાન ધરાવતા કમલેશભાઈએ બે દિવસ પહેલા ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ભાવનાબેને વધુમાં જણાવ્યું કે કમલેશે ગઈ તા. ૩૦ના ઘરે આવી તેના દિયર દિનેશભાઈને વાત કરી હતી કે આપણી દુકાનમાં કામ કરતો સોહીલ ગઈ તા. ૨૮ના બાપુનગર પાસે ખૂન કેસમાં સંડોવાયેલો હતો. આથી તે જે શેરીમાં રહેતો હતો તે શેરીના આગેવાનો આરોપી સલીમ અને જાકીરે તેને 'આ સોહીલ તારી દુકાનમાં કામ કરે છે તો આ ખૂન કેસમાં તારો શું હાથ છે, તું હત્યા બાબતે શું જાણે છે, તને જે ખબર હોય તે અમને કહી દે, જો તારો હાથ નીકળશે તો તને નાખીશું' તેવી ધમકી આપી જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી બોલાચાલી કરી રોડ ઉપર મારકૂટ કરી અપમાનિત કર્યો હતો. ત્યારબાદ કમલેશભાઈએ આ પગલું ભરી લીધું હતું. મૃતકનો ફોન ચેક કરાતાં તેણે બનાવેલો વીડિયો જોવા મળ્યો હતો. જેમાં ‘હું કોઈથી થાક્યો નથી હો અને કોઇથી બીતો નથી, હું પગલું ભરું છું તેનો કોઈ જીમ્મેદાર નથી, આ સલીમ દલે અને જાકીર દલે હાથમાં બે પાઈપ મારેલા હતા, આખા રોડ પર મારી બદનામી થઈ છે, તેના કારણે હું આ પગલું ભરું છું, મારા મમ્મીનું અને ભાઈનું દિનેશકાકા તમે ધ્યાન રાખજો' તેવો સેલ્ફ વીડિયો ઉતારેલો હતો. હાલ પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(10:44 AM IST)










