તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Monday, 5th May 2025
ઘોડીયામાં સુતેલા ૩૫ દિવસના જયપાલને બીલાડાએ બટકા ભરતાં કમકમાટીભર્યુ મોત
આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં અરેરાટીભરી ઘટના : માતા હેતલબેન જાદવ કામ માટે થોડીવાર દૂર ગયા ત્યારે ઘોડીયામાં સુતેલા તેમના દિકરાને બચકા ભરી બિલાડો ભાગી ગયોઃ એકના એક દિકરાના મોતથી મુળ ચોટીલાના ઢેઢુકીના પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૫: આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં અરેરાટીભરી ઘટના બની છે. જેમાં ઘરમાં ઘોડીયામાં એકલા સુતેલા નવજાત ૩૫ વર્ષના બાળકને બીલાડાએ બટકા ભરી લેતાં આ બાળકનું કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ યુવરાજનગરમાં રહેતાં ઘુઘાભાઇ જાદવનો દિકરો જયપાલ (ઉ.૩૭ દિવસ) રવિવારે બપોરે ઘોડીયામાં સુતો હોઇ આ વખતે ઘરમાં કોઇ નહોતું ત્યારે બીલાડો ઘુસી ગયો હતો અને આ જવજાત બાળકના ગળા પર બટકા ભરી લેતાં ચીસાચીસ કરી મુકી હતી. બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડાયેલ. પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે બાળકનું ટુંકી સારવારમાં જ મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ આ ઘટનાથી ચોંકી ગયો હતો.
બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં હેડકોન્સ. હરપાલભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બાળક જયપાલ માતા-પિતાનું એકનું એક સંતાન હતું. આ પરિવાર મુળ ચોટીલાના ઢેઢુકી ગામનો વતની છે. લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જયપાલ ઘુઘાભાઇ જાદવને રવિવારે બપોરે ગળે ઇજા થયેલી હાલતમાં બેભાન સ્થિતિમાં બાળકોની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે બા?ળકને જોઇ તપાસી મળત જાહેર કર્યો હતો. બાળકની માતાએ ઘટના અંગે વાત કરી તો ડોક્ટર પણ ચોંકી ગયા હતા. બનાવ અંગે જાણ કરાતાં આજી ડેમ પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી ગઇ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે પિતા ઘુઘાભાઇ ચોટીલાના તરકિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે ઘુઘાભાઇના માતા હેમીબેન આજીડેમ નજીક નદીએ કપડાં ધોવા ગયા હતા. ઘરમાં ઘુઘાભાઇના પત્નિં હેતલબેન અને તેનો ૩૫ દિવસનો પુત્ર જયપાલ હતાં. દિકરો જયપાલ ઘોડિયામાં સુતો હતો આ વખતે માતા હેતલબેન ઘરમાં કામ માટે ઘોડીયાથી થોડા દૂર થયા ત્યાં જ બિલોડો ધસી આવ્યો હતો અને જયપાલને ગળા પર બટકા ભરી લીધા હતાં.
થોડીવાર બાદ માતા હેતલબેન ઘોડીયા પાસે આવ્યા ત્યારે દિકરાને લોહીલુહાણ જોતાં હેબતાઇ ગયા હતાં અને રડવા માંડયા હતાં દેકારો મચાવતાં ઘર બહાર દોડી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. તુરત જ બાળકને સારવાર માટે ખસેડયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન બાળકને મૃત જાહેર કરાયો હતો. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ફફડાટ સાથે અરેરાટી ફેલાવી દીધી હતી.
(2:21 PM IST)










