<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

મોબાઇલના હોલસેલ વેપારી સાથે રૂા. ર૭.પપ લાખની છેતરપીંડીના ગુનામાં ફરાર સોહમ ગોંડલીયા પકડાયો

ભકિતનગર પોલીસના હેડ કોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ અને કોન્‍સ. હરવીજયસિંહ ગોહિલની બાતમીઃ હુડકો ચોકડી પુલ પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. પઃ સુખરામનગરમાં મોબાઇલના હોલસેલ વેપારી સાથે રૂા. ર૭.પપ લાખની છેતરપીંડી આચરવાના ગુનામાં ફરાર શખ્‍સને ભકિતનગર પોલીસે બાતમીના આધારે હુડકો ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સુખરામનગરમાં રહેતા અને ઘરમાં ઓફીસ ધરાવી મોબાઇલ ફોનનો હોલસેલમાં વેપાર કરતા જયકિશનભાઇ મહેતા સાથે સોહમ ગોંડલીયા નામના શખ્‍સે ધંધાકીય સંબંધ કેળવી વિશ્‍વાસમાં લઇ મોબાઇલ ફોનનો રૂા. ર૭.પપ લાખના મોબાઇલ લઇ લીધા બાદ પૈસા ન આપી છેતરપીંડી આચરી હોવાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ બનાવમાં આરોપીને પકડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. જે. ગોહિલ સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે સોહમ ગોંડલીયા હુડકો ચોકડી પાસે હોવાની હેડ કોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ અને કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલને બાતમી મળતા સોહમ પ્રકાશભાઇ ગોંડલીયા (ઉ.વ.ર૩) (રહે. સાગર રેસીડેન્‍સી મવડી પ્‍લોટ) ને હુડકો ચોકડી પાસે પુલની નીચેથી પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે. જે. ગોહિલ, હેડ કોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ, કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલ, કોન્‍સ. મયુરધ્‍વજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. (૭.૩૩)

(2:24 PM IST)