News of Monday, 5th May 2025
મુસાફરોને બેસાડી ઉલ્ટી-ઉબકાનું નાટક કરી ચોરી કરતી ‘રીક્ષા ગેંગ ત્રિપુટી' ને તાલુકા પોલીસે ઝડપી
ધનજી ઉર્ફે ધનો ૧૪ ગુનામાં, અમીત ઉર્ફે બેરો ૧૧ ગુનામાં શિવમ ઉર્ફે રાજા ૩ ગુનામાં સામેલઃ કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને મહાવિરસિંહ જાડેજાની બાતમી પરથી ત્રણેયને કટારીયા ચોકડી પાસેથી દબોચ્યા

રાજકોટ તા.૫: શહેરના અલગ-અલગ વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરોના પૈસા અથવા પાકીટ ચોરી કરતી રીક્ષાગેંગના ત્રણ શખ્સોને તાલુકા પોલીસે કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી ઉલ્ટી-ઉબકાનું નાટક કરી મુસાફરીોની નજર ચૂકવી રોકડ રકમ તથા પાકીટ સેરવી લેતા શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નો઼ધાઇ હતી આ બનાવમાં રીક્ષાગેંગને ઝડપી લેવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશભાઇ, એસીપી બી.જે ચોૈધરીની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એચ. મહારાજ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્યારે રીક્ષાગેંગના ત્રણ શખ્સો કાલાવડરોડ કટારીયા ચોકડી પાસે હોવાની કોન્સ બલભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને મહાવિરસિંહ જાડેજાને બાતમી મળતા કટારીયા ચોકડી નજીક નાલા પાસેથી ધનજી ઉર્ફે ધનો ઉર્ફે જાડો દેવજીભાઇ ગેડાણી (ઉ.૪૨) (રહે. કોઠી કમ્પાઉન્ડ બ્લોક નં. એ/૨૯ રેલવે કવાર્ટર જામનગર રોડ) અમીત ઉર્ફે બેરો દિનેશભાઇ ઉકેડીયા (ઉ.૨૨) (રહે. ૫૩ કવાર્ટર શેરી નં.૭ રૂખડીયાપરા) અને શીવમ ઉર્ફે રાજા અજયસિંહ રાજપુત (ઉ.૨૧) (રહે. બાલાજી હોલના નજીક વીશ્વનગરના કવાર્ટરમાં બ્લોક નં.૨ ત્રીજા માળે ભાડે) ને પકડી ઇ રૂા. ૧૭૦૦૦ રોકડ તથા રીક્ષા મળી રૂા. ૫૭ હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. ત્રણેયની પુછપરછ કરતા ધનજી ઉર્ફે ધનો ઉર્ફે જાડો અગાઉ ચોરી,જુગાર અને દારૂ સહિત ૧૪ ગુનામાં તથા અમીત ઉર્ફે બેરો ચોરી અને દારૂ સહિત ૧૧ ગુનામાં અને શીવમ ઉર્ફે રાજા ચોરી અને દારૂ સહિતના ત્રણ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે ત્રણેય પોતાની રીક્ષામાં મુસાફરોને બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કમરી ચાલુ રીક્ષાએ ઉભા થઇ થુકવા ઉભા થઇ મુસાફરની નજર ચૂકવી પાકીટ અથવા રોકડ ચોરી લેતા હોવાની કબુલાત આપી હતી. આ કામગીરી પી. આઇ. ડી. એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એચ. મહારાજ, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહીલ, નિકુંજભાઇ મારવીશ, જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી, દ્વારા કરવામાં આવી હતી
(2:24 PM IST)










