News of Monday, 5th May 2025
ધો. ૧ર વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં ધોળકિયા સ્કૂલની સર્જીકલ સ્ટ્રાઇકઃ બોર્ડમાં ઢગલો વિદ્યાર્થીઓ

રાજકોટઃ આજે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની ધોળકિયા સ્કૂલસ જૂથે પોતાનો વિજય વાવટો-ધજાને વધૂ એક પગલુ ગગન તરફ લહેરાવી છે, વિજય વાવટો યથાવત રાખ્યો છે. બોર્ડમાં ૧ થી ૧૦માં સાયન્સ-કોમર્સ બંનેમાં ધોળકિયા સ્કૂલના ઢગલાબંધ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠતા સંચાલકો કૃષ્ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા અને તેમના તમામ શિક્ષકો-પ્રિન્સીપાલની જહેમતને ચાર ચાંદ લગાવી દીધા હતા, સવારે ૧૦-૩૦ વાગ્યે રીઝલ્ટ ચેક કરતા એક પછી એક વિદ્યાર્થી ભાઇ-બહેનોના નામો બોર્ડમાં ઝળકવા માંડતા સ્કૂલ ઉપર રાસ ગરબા-ડી. જે. સંગ રમઝટ બોલી હતી, ફટાકડાના ધૂમ ધડાકાથી વાતાવરણ વિજયી બની ગયું હતું, રીઝલ્ટમાં વિદ્યાર્થીઓએ સર્જીકલ સ્ટ્રાઇક સર્જી દઇ આખા રાજયમાં ધોળકીયા સ્કૂલ ગ્રુપનો ડંકો વગાડી દીધો છે, તસ્વીરમાં ઝૂમી ઉઠેલા અને બોર્ડમાં ઝળકેલા બાળકો, તથા વિજય વાવટા સાથે કૃષ્ણકાંત ધોળકીયા-જીતુભાઇ ધોળકીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:03 PM IST)










