<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કલેકટર કોન્‍ફરન્‍સમાં એજી ઓડીટ પારા પેન્‍ડીંગ કેસો-દબાણો અંગે ઝડપી કાર્યવાહીના આદેશો

બુધવારે R.O. મીટીંગઃ આ વખતે તમામ પ્રાંત-મામલતદારોની લેફટ-રાઇટ લેવાશે

રાજકોટ તા. પઃ શનિવારે NDDB ખાતે રાજકોટ સહિત રાજયભરના કલેકટરોની મુખ્‍ય સચિવના અધ્‍યક્ષપદે કલેકટર કોન્‍ફરન્‍સ યોજાઇ હતી, જેમાં રર જેટલા મહેસૂલી મુદાઓ અંગે સમીક્ષા કરાઇ હતી.

આ કલેકટર કોન્‍ફરન્‍સમાં આ વખતે તમામ કલેકટરોને એજી ઓડીટ પારા કે જે ઘણા સમયથી પેન્‍ડીંગ છે, તે ઉપરાંત પેન્‍ડીંગ કેસો, દબાણ નિકાલ કાર્યવાહી ઝડપી બનાવવા તથા નેકસ્‍ટ કલેકટર કોન્‍ફરન્‍સમાં દરેક જીલ્લામાંથી ઝીરો લેવલે તુમાર હોય તેવી કાર્યવાહી કરવા આદેશો કરાયા હતા.

દરમિયાન આગામી બુધવારે કલેકટરના અધ્‍યક્ષપદે તમામ પ્રાંત-મામલતદારો તથા અન્‍ય બ્રાંચ અધ્‍યક્ષોની  R.O. મીટીંગ યોજાશે, તેમાં તમામ પ્રાંત-મામલતદારોની લેફટ રાઇટ લેવાય તેવી શકયતા છે, અનેકની કામગીરી નબળી હોવાનો રીપોર્ટ આવી રહ્યો છે, મીટીંગ બાદ તમામ વિગતો બહાર આવશે. (૭.૩પ)

(3:59 PM IST)