<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

હરીહર ચોકમાં ઘોડા બાંધવાનો વાડો ખાલી કરવાનું કહેવા જતા કોન્‍ટ્રાકટર હાર્દિકભાઇ પર હુમલો

આરએમસી દ્વારા વોંકળાનું રીનોવેશનનું કામચાલુ હોઇ થોડો સમય માટે ઘોડા બીજે બાંધવા માટે વ્‍યવસ્‍થા કરવાનું કહેતા સમીસ લીંગડીયા લાકડીથી મારમારી ધમકી આપીઃ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૫: હરીહર ચોકમાં વોંકળા પર બાંધેલા ઘોડા બીજી જગ્‍યાએ બાંધવા  માટેની વ્‍યવસ્‍થા કરવા માટે કહેવા ગયેલા કોન્‍ટ્રાકટર સાથે દાતારબાપુના તકીયા વાળી શેરીમાં રહેતા શખ્‍સે ઝધડો કરી લાકડી વડે મારમારી જાનથીમારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસોફૂટ રીંગ રોડ પર પુનીતનગર શેરીનં. ૧૧ બ્‍લોક  નં. ૧૦૮માં રહેતા હાર્દિકભાઇ મગનભાઇ પીત્રોડા (ઉ.વ.૩૮) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં હરીહર ચોક દાતાર બાપુના તકીયા વાળી શેરીમાં ખાડામાં રહેતો સમીર દિલાવરભાઇ લીંગડીયા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. હાર્દિકભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું બાંધકામનું કામ કરૂ છું અને હરીહર ચોકમાં આવેલા વોંકળાનું રીનોવેશનના કામનો કોન્‍ટ્રાકટ રાખ્‍યો હોઇ અને ત્‍યાં રીનોવેશનનું કામ ચાલુ હોઇ મારા મજૂરો ત્‍યાં કામ કરતા હતા. હરીહર ચોક દાતાર બાપુના તકીયા વાળી શેરીમાં વોંકળાની પાછળ થોડી ખુલ્લી જગ્‍યા આવેલી હોઇ તે જગ્‍યામાં ઘોડા બાંધવાનો વાડો બાંધેલો હતો આ જગ્‍યા આર.એમ.સી.ની હોઇ તેથી મેં આ વાડાની બાજુમાં પાનની કેબીને જઇ કેબીનમાં બેઠેલા યુવાનને આ ઘોડાનો વાડો કોનો છે અહી વોંકળાનું કામ ચાલે છે જેથી મારે બાંધકામનો સામાન અને મારા મજૂરોને ત્‍યાં વાડામાં રાખવાના છે. જેથી તમે આ વાડાવાળાને કહેજો કે ઘોડાને થોડો સમય અહી ન બાંધે અને બીજે વ્‍યવસ્‍થા કરી લ્‍યે તેમ કહેતા કેબીનમાં બેઠેલા શખ્‍સે હું તો મહેમાન છું. ઘોડા કોના છે. તેની મને ખબર નથી બાદ હું મારી બાંધકામની સાઇડ પર જતો રહયો હતો. થોડીવાર બાદ ફરી ત્‍યાં ઘોડાના વાડાવાળી શેરીમાંથી નીકળ્‍યો ત્‍યારે એક મહિલાએ મને કહેલ કે ‘સમીર જામનગર ગયો છે તે આવે એટલે હું તેને ઘોડા ફેરવી લેવાનું કહીશ'' તેમ કહેલ બાદ હું વોકળામાં મજુરો કામ કરતા હતા ત્‍યાં જઇને કામ કરાવતો હતો. ત્‍યારે આ ઘોડાના વાડાવાળો સમીર મારી પાસે આવીને મને કહેલ કે ‘તમે મારા ઘર પાસે આવી અને ઘોડા ફેરવવાનું કેમ કીધુ તારૂ નામ શું છે અને તારી પાસે મને વાડો ખાલી કરાવવાની ઓથોરીટી કે લેટર છે' તેમ કહી ગાળો દેવા લાગ્‍યો હતો. જેથી મે તેને ‘અહી આર.એમ.સીનું વોકળાનું રીનોવેશનનું કામ ચાલુ છે, અને કોન્‍ટ્રાકટ મેં રાખેલ છે. અને તું ઘોડા બાંધે તે આર.એમ.સી.ની જગ્‍યા છે અને હું આર.એમ.સી.ના સાહેબને વાત કરીશ' તેમ કહેતા સમીરે ઉશ્‍કેરાઇ જઇ મારી સાથે ઝપાઝપી કરી ઝાપટ મારી સેન્‍ટ્રીંગના સામાનમાંથી લાકડી લઇને મારમારી મોઢા તથા પીઠના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા મજુરોએ મને વધુ મારથી છોડાવ્‍યો હતો. અને સમીરે જતા-જતા કહેલ કે ‘હવે ફરીવાર મન. ઘોડાનો વાડો ખાલી કરાવવાનું કીધુ છે તો છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી હતી. બાદ મને ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે કોન્‍ટ્રાકટર હાર્દિકભાઇએ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ મનહરસિંહે તપાસ હાથધરી છે

(3:58 PM IST)