News of Monday, 5th May 2025
બ્રાહ્મણીયાપરામાં લાલજીભાઇ શીંગાળાને પિતા-ભાઇઍ માર માર્યો

રાજકોટ તા. ૫: રણછોડનગરની બાજુમાં બ્રાહ્મણીયા પરામાં રહેતાં લાલજીભાઇ પોપટભાઇ શીંગાળા (ઉ.વ.૪૬)ને સવારે તેના પિતા પોપટભાઇ વાલજીભાઇ, નાના ભાઇબાબુએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. લાલજીભાઇ છુટક ચાંદીકામ કરે છે. તેણે જણાવ્યું હતું કે મારા અને મારી બહેન જ્યોત્સનાબેના લગ્ન સામ-સામે થયા છે. મારા બનેવીનું દોઢ મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયું હોઇ જેથી મારા બહેનને સસરા છગનભાઇ દામજીભાઇ લીંબાસીયા સાથે મિલ્કત બાબતે માથાકુટ ચાલે છે. આ બાબતે મારા પિતાએ મને સસરા સાથે વાત કરવાનું કહી ઝઘડો કરી મારકુટ કરી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
(3:59 PM IST)










