News of Tuesday, 6th May 2025
તોફાની પવન-વીજળીના કડાકાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક સ્થળે અંધારપટ સર્જી દીધા : ફરીયાદનો ધોધ
રાજકોટમાં ૩૦૦ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પપ૦ થી વધુ ફરીયાદો આખી રાત વીજ ટીમો દોડતી રહી

રાજકોટ, તા. ૬ : ગઇકાલે બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવનને વીજ ટીમોને આખી રાત દોડતી કરી દીધી હતી. મોડી રાત સુધીમાં રાજકોટમાં ર૮૦ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પપ૦ થી વધુ ફરીયાદો નોંધાઇ હતી. પરિણામે આખી રાત વીજ ટીમો દોડતી રહી હતી., રાજકોટમાં ત્રણ સ્થળે અનેક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરમાં ઘડાકા થયા હતા હજારો ઘરોમાં લાઇટો ગૂલ થઇ હતી, રાજકોટમાં અનેક ફીડરોમાં ફોલ્ટ સર્જાયો હતો.
ગઈ કાલે બપોર પછી સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે આવેલ વરસાદને પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટર માં સૌરાષ્ટ્ર- કચ્છની વીજ વિક્ષેપ અંગેની કુલ ૪૯૭ ફરિયાદો નોંધાયેલ જ્યારે રાજકોટ શહેરની ૨૮૦ ફરિયાદો નોંધાયેલ.
રાજકોટ એચ. ટી. ૧ સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, ભક્તિનગર, ગીતાંજલી, નંદા હોલ, મોરબી રોડ, માર્કેટિંગ યાર્ડ, ભગવતીપરા, અમીધારા, ઉદ્યોગનગર, પરા બજાર ફીડર. એચ.ટી. ૨ સબ ડિવિઝન હેઠળ SRP, ઓડિટોરિયમ, ગાયકવાડી, વર્ધમાન, રત્નમ, ગાંધીગ્રામ, શ્રી કોલોની, શાષાી નગર ફીડર. એચ.ટી. ૩ સબ ડિવિઝન હેઠળ ખોખડદળ, એવરેસ્ટ, એકયુરેટ, વાવડી , મુરલીધર, કેસર, સહજાનંદ, નટરાજ અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ / ફોલ્ટમાં આવેલ.
પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા ફિલ્ડ પર હાજર રહી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવાની કામગીરી હાથ ધરેલ.
રાજકોટમાં ગઇકાલે પોણો ઇંચ : સવારથી ધાબડીયું વાતાવરણ
ગઇકાલે બપોરે ટ્રેલર બતાવ્યા બાદ મોડી રાત્રીના તોફાની પવન, વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો
તાપમાનનો પારો ગગડતા ગરમી માંથી રાહત મળીઃ આજે પણ વરસાદની ગમે ત્યારે એન્ટ્રી
રાજકોટમાં રાત્રે મેઘસવારીઃ રાજકોટઃ શહેરમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. વરસાદી માહોલ છવાયો છે. ગરમીથી રાહત મળી છે. ગતરાત્રીના વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પોણો ઇંચ વરસી ગયો હતો. ઉપર પાણીની રેલમ છેલમ જોવા મળી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલથી કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આ આખુ સપ્તાહ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા બે દિવસથી મહતમ તાપમાનમાં ઘટાડો થયો છે. તો ગઇકાલે બપોરના એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઇ ગયા હતાં. તોફાની પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. જો કે આ માત્ર એક ટ્રેલર હતું.
સાંજના સમયે ઠંડા પવન ફુંકાયા હતાં. બાદ રાત્રીના લગભગ ૧૧ વાગ્યાની આસપાસ ફરી તોફાની પવન ફુંકાવા લાગ્યા હતાં. મીની વાવાઝોડા જેવો માહોલ બની ગયો હતો. વિજળીના પ્રચંડ કડાકા ભડાકા થતા હતાં. થોડીવારમાં તો ફરી વરસાદ એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં વરસાદનું જોર ખુબ જોવા મળતું હતું.
હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ ૧૬.૪ મીમી (પોણો ઇંચ) પાણી પડયું હતું. તો આજે સવારે ર૬.૪ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૯૭ ટકા છે અને પવનની ગતી ૧૪ કી.મી.ની છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારાનો અનુભવ થઇ રહયો છે.
આજે સવારથી ધાબળીયું વાતાવરણ જોવા મળી રહયું છે. આકાશમાં વાદળો છવાઇ ગયા છે. ફરી ગમે ત્યારે વરસાદ એન્ટ્રી કરી શકે છે. (૩પ.૧૭)
(2:05 PM IST)










