<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

વિંછીયા ખાતે રવિવારે સમસ્‍ત રાજપરા પરિવારનું સ્‍નેહમીલનઃ સંગઠીત બનવાનો હેતુ

સન્‍માન, વકતવ્‍ય, રાસોત્‍સવ, કુરીવાજો નાથવા, સામાજીક બંધારણની રચના

રાજકોટઃ જીલ્લા વિંછીયા મુકામે ગુજરાતમાં વસતા રાજપરા પરિવાર દ્વારા તા. ૧૧ ને રવિવારના રોજ સ્‍નેહમીલન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સ્‍નેહમિલનો એક જ હેતુ પરિવાર એક મંચ થાય ઓળખાણ વધે પરિવાર સંગઠીત થાય અને પરિવારના નાના વ્‍યકિતને પરિવાર તરફથી દરેક પ્રકારની મદદ મળી રહે તે માટે હોવાનું જણાવાયુ઼ છે.

આ કાર્યક્રમમાં પરિવારના ભુવા, મોભી, વડીલો, અગ્રણી, નોકરીયાતોનું સન્‍માન, રાજપરા પરિવારનો સંપૂર્ણ ઇતિહાસ સમજાવવો, રાજપરા પરિવારના શ્રેષ્‍ઠ વકતાઓને સાંભળવા, જેને અન્‍નભેગા એના મન ભેગા એ સુત્રને સાર્થક કરવા બપોરે અને રાત્રી દરમ્‍યાન ર૧ હજાર બહેનો દ્વારા એતિહાસિક રસોત્‍સવ અને કુળદેવીની મહા આરતીનું આયોજન, કુરીવાજો દુર કરવા પરિવારમાં સામાજીક બંધારણની રચના કરવી.

આયોજનમાં અરવિંદભાઇ ભનુભાઇ રાજપરા-વિંછીયા, હકુભાઇ ગોરધનભાઇ રાજપરા, સોમાભાઇ કાબાભાઇ રાજપરા, રણછોડભાઇ પ્રેમજીભાઇ રાજપરા, ધીરૂભાઇ રવજીભાઇ રાજપરા, મહેશભાઇ ગોવિંદભાઇ રાજપરા, મનુભાઇ સવસીભાઇ રાજપરા,મુકેશભાઇ મનસુખભાઇ રાજપરા, પ્રેમજીભાઇ અમરશીભાઇ રાજપરા જોડાયા છે. વધુ માહિતી માટે મો. ૯૭૨૩૩ ૯૭૮૩૩ (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(11:40 AM IST)