તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th May 2025
રાજકીય રીતે પાડી દેવા જયરાજસિંહનું કાવત્રુ છેઃ અનિરૂધ્ધસિંહ જાડેજા

સ્યુસાઇડ નોટના અક્ષર તથા કાગળ બદલી ગયા છેઃ અનિરૂધ્ધસિંહે સોશ્યલ મીડીયામાં વિડીયો જાહેર કર્યો
ગોંડલ તા.૬: રીબડાનાં અમીત ખુંટનાં આપઘાત પ્રકરણમાં જેમની ઉપર ગુન્હો દાખલ થયો છે તેવા અનિરુદ્ધસિંહ જાડેજાએ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી જયરાજસિહ દ્વારા અમને રાજકીય રીતે પાડી દેવાની સાજીસ હોવાનો આક્ષેપ કર્યો છે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યુ કે સુસાઇડનોટનાં અક્ષર તથા કાગળ બદલી ગયા છે.ઇરાદાપૂર્વક રાજદીપસિંહનું નામ લખાયુ છે. પોલીસે તપાસ કરવી જોઈએ. કોર્ટમાં અમને વિヘાસ છે. અમને ન્યાય મળશે. સુસાઇડનોટ જયરાજસિહનાં કહેવાથી લખાઇ છે. સગીરા કોણ છે. હું જાણતો નથી. ઓળખતો પણ નથી. અમને ફસાવી દેવા જયરાજસિંહનું કાવત્રુ છે.
(12:16 PM IST)










