News of Tuesday, 6th May 2025
હર્ષા ડેન્ટલ એન્ડ ફેશિયલ સર્જિકલ હોસ્પિટલનું આધુનિકરણ
ડો. મૈત્રેય ભાલોડિયા અને ડો. નૂપૂર ભાલોડિયાના નેજા હેઠળ

રાજકોટઃ શહેરની જાણીતી હર્ષા ડેન્ટલ એન્ડ ફેશિયલ સર્જિકલ હોસ્પિટલે રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે એક નવા અને અત્યાધુનિક પરિસરમાં વિસ્તરણ કરી રાજકોટ હલ્થકેર ક્ષેત્રે આ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ સીમાચિホ હાંસલ કર્યું છે. વર્ષોથી ડેન્ટલ કેરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર આ હોસ્પિટલનું આ અપગ્રેડેશન દર્દીઓને વધુ સારી અને વિશાળ સુવિધાઓ, પૂરી પાડવાના ધ્યેય સાથે કરવામાં આવ્યું હોવાનું હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.
ર૦૧પ માં ત્રણ ડેન્ટલ અને એક સર્જિકલ યુનિટ સાથે શરૂ થયેલ હર્ષા હોસ્પિટલે ટૂંક સમયમાં જ પોતાની નિષ્ણાત સેવાઓથી લોકોનો વિશ્વાસ જીત્યો છે. ર૦૧૬ માં ડો. મૈત્રેય ભાલોડિયાએ સૌરાષ્ટ્રમાં બેઝલ ઇમ્પ્લાન્ટની શરૂઆત કરીને એક નવી ક્રાંતિ લાવી હતી. હોસ્પિટલે કૂલ માઉથ રિહેબિલિટેશન અને સ્માઇલ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સારવારમાં પણ વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હોવાનું પણ જણાવ્યું છે.
હર્ષા હોસ્પિટલ (ર.૧) હવે છે અત્યાધિનિક ડેન્ટલ ચેર અને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજજ છે. હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી કેટલીક વિશિષ્ટ સારવારમાં સૌરાષ્ટ્રનું પ્રથમ બેઝલ ઇમ્પ્લાન્ટ સેન્ટર (જયાં ૭ર કલાકમાં ફિકસ દાંત શકય છે), આઇડીએ દ્વારા માન્ય ‘‘ચાઇલ્ડ ડેન્ટલ સેન્ટર'' ફુલ માઉથ રિહેબિલિટેશન અને એડવાન્સ્ડ સ્માઇલ ડિઝાઇનિંગનો સમાવેશ થાય છે. હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમમાં ગોલ્ડ મેડાલિસ્ટ ઓરલ એન્ડ મેકસીલોફેસિયલ સર્જન ડો. મૌત્રેય ભાલોડિયા અને ફુલ માઉથ રિહેબિલિટેશન તથા સ્માઇલ ડિઝાઇનિંગ માં નિષ્ણાંત ડો. નુપુર ભાલોડિયાનો સમાવેશ થાય છે. ડો. મૈત્રેય ભાલોડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજારથી વધુ સફળ ઇમ્પ્લાન્ટ કર્યા છે, જે તેમની કુશળતાનો પુરાવો છે.
હોસ્પિટલના નવા પરિસરના ઉદ્ધાટન સમારોહમાં મેયર શ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ભાજપ ગુજરાત ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમ આ યાદીમાં જણાવાયું છે.
૧૪૦૦ થી વધુ સફળ સ્માઇલ્સ અને ૩૦૦૦ થી વધુ ફુલ માઉથ રિહેબિલિટેશનની સિદ્ધિ સાથે, હર્ષા હોસ્પિટલ ર.૦ રાજકોટના લોકોને વધુ સારી ડેન્ટલ અને ફેશિયલ સર્જિકલ સેવાઓ પૂરી પાડવા તૈયાર છે. ‘‘હૃદયથી અપગ્રેડેડ અને વિઝનથી એકસપાન્ડેડ'' ના સૂત્ર સાથે, હોસ્પિટલ દર્દીઓની સંભાળ અને અદ્યતન સારવાર માટે પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. વધુ માહિતી માટેઃ હર્ષા ડેન્ટલ એન્ડ ફેશિયલ સર્જિકલ હોસ્પિટલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ મો. ૯૪૨૮૨ ૨૭૭૧૦ પર સંપર્ક કરવા હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.
(1:56 PM IST)










