News of Tuesday, 6th May 2025
ધો.૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું મનપા સંચાલીત બે શાખાનું ૭૭ થી ૧૦૦ ટકા પરીણામ
સરોજીની નાયડૂ ગર્લ્સ હાઇસ્કૂલનું ૭૭ ટકા રિઝલ્ટઃ ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારી

રાજકોટ તા.૫ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા.૦૫ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે. વિદ્યાર્થી જીવનનો સુવર્ણ સમય એ ધોરણ-૧૨ની પરીક્ષાના પરીણામનો છે. આ પરીક્ષાના પરીણામ બાદ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના ઘડતર કરવા માટે એક નવી દિશા મળે છે.તેમ મેયર નથનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ શડીયા, માધ્યમિક શિખૂણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસિલાબેન સાકરીયાએ જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં ૧૦૦% તેમજ શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલનું ૭૭.૦૮% પરિણામ મેળવી જ્વલંત સફળતા મેળવી નામ રોશન કરેલ છે.
મનુષ્યના જીવનના દરેક તબડકે અનેકવિધ કસોટીઓ આવતી હોય છે જેથી ધોરણ-૧૨ની પરીક્ષામાં ઓછા ટકા સાથે ઉતીર્ણ થયેલ તેમજ નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ભવિષ્યમાં ફરી ખૂબ મહેનત અને પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી જવલંત સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તેમ અંતમાં જણાવે છે.(૩૮.૨૫)
(2:00 PM IST)










