<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

માજોઠીનગર અને ચુનાવાડમાં બે મકાનમાં દરોડોઃ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

થોરાળા પોલીસના પીએસઆઇ એસ.એસ. મહેશ્વરી તથા ટીમનો દરોડો : દારૂના ,૮ ચપલા સાથે રીટા સીતાપરા અને ચુનારાવાડમાં મકાનમાંથી રૂા. ૩૯ હજારનો દારૂ કબ્‍જે કરી સુનિલ સોલંકીની શોધખોળ

રાજકોટ, તા. ૬ :  દૂધસાગર રોડ માજોઠીનગરમાં મકાનમાંથી વિદેશી દારૂના જથ્‍થા સાથે એક મહિલાને તથા ચુનારાવાડમાં મકાનમાંથી રૂા. ૩૯ હજારનો દારૂ કબ્‍જે કરી થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માજેઠીનગરમાં એક મકાનમાં વિદેશીદારૂનો જથ્‍થો હોવાની થોરાળા પોલીસના હેડ કોન્‍સ. હસમુખભાઇ નિનામા અને કોન્‍સ. રાકેશભાઇ બાલાસરાએ બાતમી મળતા માજોઠી નગરમાં દરોડો પાડી મકાનમાંથી રૂા. ૪૮૦૦ ની કિંમતની વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે રીટા જીતેશભાઇ સીતાપરા (ઉ.વ.૩પ) (રહે. માજોઠીનગરના ખૂણા પાસે) ને પકડી લીધી હતી.

જયારે બીજા દરોડોમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ કુંશાલા, ઇમરાનભાઇ ચુડાસમા અને હરપાલસિંહ વાઘેલાને બાતમી મળતા ચુનારાવાડ શેરી નં. ૧ મકાનમાંથી દરોડો પાડી રૂા. ૩૯૧પ૬ ની કિંમતાની દારૂની ર૦ર બોટલ કબ્‍જે કરી મકાન માલીક સુનીલ કિશનભાઇ સોલંકીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ એન. જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, પીએસઆઇ એ.એસ.આઇ દેવશીભાઇ, ખાંભલા, રાજેશશાહ શેર, હેડ કોન્‍સ. હસમુખભાઇ નિનામા, જયદીપસિંહ બી. જાડેજા, મહિલા હેડ કોન્‍સ. નેહાબેન વાઘેલા, કોન્‍સ. મુકેશભાઇ ખાણસરા, સંજયભાઇ અલગોતર પ્રકાશભાઇ ચાવડા, ધર્મેન્‍દ્રકુમાર કુંશાલા, ઇમરાનભાઇ ચુડાસમા, હરપાલસિંહ વાઘેલા, દિવ્‍યરાજસિંહ ઝાલા, ગભરૂભાઇ ગામટા, મહિલા કોન્‍સ. કિરણબેન ઓતરાજીયા  દ્વારા કરવામાં આવી હતી. (૯.૧ર)

(2:31 PM IST)