News of Tuesday, 6th May 2025
ભગવતીપરામાં બીજા માળે ફોન પર વાતમાં મશગુલ હિતેષ રાઠોડ પટકાતાં ગંભીર ઇજા
માથામાં ઇજા થવા સામે પતરૂ બેઠકના ભાગે ખુંચી ગયું: સારવાર હેઠળ

રાજકોટ તા. ૬: ભગવતીપરામાં રાતે એક યુવાન ઘરના બીજા માળે ફોન પર વાતોમાં મશગુલ હોઇ ધ્યાન ભંગ થઇ જતાં નીચે પટકાતાં માથામાં ઇજા થઇ હતી અને બેઠકના ભાગે પતરૂ ખુંચી જતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો.
ભગવતીપરા-૫માં રહેતો હિતેષભાઇ હરિભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરના બીજા માળે ફોનમાં વાત કરતો હતો ત્યારે ધ્યાન ન રહેતાં અકસ્માતે નીચે પટકાયો હતો. તેને માથા, શરીરે ઇજાઓ થવા સાથે પતરૂ નીચે પડયું હોઇ તે બેઠકના ભાગે ખુંચી જતાં ગંભીર ઇજા થઇ હતી. ઘરના તમામ સભ્યો અમરેલી લગ્ન પ્રસંગમાં ગયા હોઇ ૧૦૮ મારફત ં હિતેષભાઇને હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હિતેષભાઇના કહેવા મુજબ પોતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ફોનમાં વાત કરતી વખતે ધ્યાન ન રહેતાં પડી ગયા હતાં.
(2:32 PM IST)










