<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

હુડકો ચોકડીએ ખોવાયેલો ૬ લાખનો ચેઇન ભક્‍તિનગર પોલીસે શોધી આપ્‍યો

મહેશભાઇ ડાભી અમદાવાદથી હુડકો ચોકડીએ આવ્‍યા ત્‍યારે ચેઇન ખોવાઇ ગયો હતોઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાંરહેતાં મહેશભાઇ તેજાભાઇ ડાભી તા. ૪ના રોજ સવારે તેમના દિકરા સાથે અમદાવાદથી રાજકોટ આવી હુડકો ચોકડીએ મોગલ ડેરી પાસે ઉતર્યા ત્‍યારે ખબર પડી હતી કે તેમના ખિસ્‍સામાં રેહલો રૂા. ૬ લાખનો ૬ તોલા વજનનો ચેઇન ક્‍યાંક રોડ પર પડી ગયો છે. આસપાસ તપાસ કરવા છતાં નહિ મળતાં તેમણે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ અને ટીમના અરવિંદભાઇ ફતેપરા, રાજદિપસિ઼હ જાડેજાએ સીસીટીવ ફુટેજ ચેક કરી ઘટના સ્‍થળે તપાસ કરી મહેશભાઇનો ખાોવયેલો ૬ લાખનો ચેઇન શોધી આપ્‍યો હતો. આ ચેઇન એક મહિલાને મળ્‍યો હતો. આ મહિલા સુધી પોલીસની ટીમ પહોંચી હતી અને ચેઇન પરત મેળવી જે તે મુળ માલિકને સુપરત કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

(2:38 PM IST)