News of Tuesday, 6th May 2025
કનક રોડ પર હોટલના સંચાલકે બાઇકના કવરમાં રાખેલો ૬૪ હજારનો મોબાઇલ ચોરાયો
કસ્ટમર આવતા સંચાલક રીતુંજભાઇ હોટલમાં ગયાને ગઠીયો મોબાઇલ ઉઠાવી ગયોઃ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૬ કનક રોડ પર આવેલી હોટલના સંચાલકે પાર્ક કરેલા બાઇકની ટાંકી ઉપર કવરમાં રાખેલો રૂા. ૬૪ હજારનો મોબાઇલ કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મૂળ જસદણ હાલ જામનગરરોડ પર જામટાવર સી. એલ. એફ કોલોની નં.૨ માં રહેતા રીતુંજભાઇ જયંતીભાઇ ગોડેશ્વર (ઉ.વ. ૨૬) એ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રીતુંજભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું કનકરોડ પર એમ્પાયર હોટલ ચલાવુ છં ગતતા. ૨ ના રોજ હું મારી હોટલે ગયો હતો. ત્યારે મારો રૂા.૬૪ હજારની કીંમતનો આઇ.ફોન સ્પલેન્ડરની ટાંકી ઉપરના કવરમાં રાખ્યો હતો બાદ હોટલમાં કસ્ટમર આવતા હું હોટલમાં ગયો હતો બાદ રાત્રે હોટલની બહાર નીકળી પાર્ક કરેલા બાઇક પાસે આવી કવરમાંથી મોબાઇલ કાઢવા જતા મોબાઇલ જોવા ન મળતા મેં આજુબાજુ તપાસ કરતા મોબાઇલ ફોન મળી ન આવતા મે ઇ.એફ.આઇ.આર કરી હતી બાદ ગઇકાલે એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. મોન્ટુભાઇ એ તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










