News of Tuesday, 6th May 2025
મેનેજમેન્ટ સમજવા ‘મહેશમેન્ટ'ને સમજો
શિવ-કથાઓમાં વ્યવસ્થાપનની શ્રેષ્ઠ થીયરી અપાઇ છેઃ નયનેશ પારેખ :રાજકોટ એડ્વર્ટાઇઝિંગ સર્કલ દ્વારા માઇથોલોજી ટુ મેનેજમેન્ટ વિષય પર પરિસંવાદ યોજાયો

વિશ્વનાં પ્રથમ મેનેજમેન્ટ ગુરૂ શિવની કથાઓ દ્વારા વ્યક્તિગત વિકાસ અને ધંધાકીય વિકાસ માટે મેનેજમેન્ટ થિઅરીને આ પરિસંવાદમાં શ્રી નયનેશ પારેખએ સમજાવી હતી.
રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલે પોતાના સભ્યો માટે વિવિધ વ્યવસાયલક્ષી પ્રોગ્રામ દ્વારા એજયુકેશન તેમજ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ડેવલપ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. આવા જ અભિગમ અન્વયે સર્કલ દ્વારા તા. ૨૬ને શનિવારના રોજ એક નવીનતમ વિષય પર પરિસંવાદ યોજયો હતો. આ પરિસંવાદના સ્પીકર નયનેશ પારેખ દ્વારા શિવજીની કથાઓ દ્વારા વ્યવસ્થાપન માટે અતિ મહત્વની મેનેજમેન્ટ થિઅરીને સરળ રીતે સમજાવી હતી.
વ્યક્તિગત અને ધંધાકીય વિકાસ માટે મહત્વની મેનેજમેન્ટ થિઅરી જેવીકે નોલેજ મેનેજમેન્ટ, ચેંજ મેનેજમેન્ટ, ઓર્પચ્યુનીટી મેનેજમેન્ટ, વિઝડમ મેનેજમેન્ટ, ક્રાયસીઝ મેનેજમેન્ટ અને લીડરશીપ મેનેજમેન્ટને શિવજીની કથાઓ જેવીકે ગંગા અવતરણ, ચંદ્રમૌલેશ્વર, ત્રિપુર સંહાર, ત્રિનેત્ર, સમુદ્ર મંથન અને અંધકાસુર વધની કથાઓ દ્વારા સમજાવવામાં આવેલી. માયથોલોજી ટૂ મેનેજમેન્ટ વિષય પર આપણાં સમળધ્ધ ગ્રંથોમાંથી કથાઓનો સંદર્ભ લઈ વૈજ્ઞાનીક અભિગમ થકી સમજણ આપવાનો આ એક નવતર પ્રયોગ અતિ લોકપ્રિય બની રહ્યો છે. કથાઓ માનવ સ્વભાવનો અભિન્ન અંગ છે એમાં પણ પુરાણો અને અનેક ગ્રંથોમાં વર્ણવાયેલી કથાઓ જયારે જુદાં પરિપેક્ષથી મુલવવામાં આવે છે ત્યારે દરેક ઉંમરની વ્યક્તિ તેનું અનુસંધાન મેળવી શકે છે.
રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલની કોર સમિતી જેમાં સર્વ શ્રી ગિરિશભાઈ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્યુ.), શ્રી જયેશભાઈ સોના (એડેક્સ એડ), શ્રી નિલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ), શ્રી જીતુભાઈ કોઠારી અને શ્રી મેહુલભાઈ દામાણી (રિઝલ્ટ એડ), શ્રી કમલભાઈ પારેખ (સર્જન એડ) અને શ્રી જલાધી ઝવેરી (એપેક્ષ એડ) એ ખુબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.(૬.૧૮)
(3:05 PM IST)










