News of Tuesday, 6th May 2025
સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા પારૂલ દેસાઇ લિખીત પુસ્તક ‘વાત્સલ્ય મૂર્તિ વત્સા''નું વિમોચન

રાજકોટઃ સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા પારૂલ દેસાઇ (મો.૯૪ર૯પ ૦ર૧૮૦) લિખીત પુસ્તક ‘વાત્સલ્ય મૂર્તિ વત્સા' નામનું પ્રકાશીત કરવામાં આવ્યું છે. જેમાં ઉમિયા ચા ના સ્થાપક દિનેશભાઇ પટેલ તેમજ ગાંધીનગરના જાણીતા બીલ્ડર અશોકભાઇ પટેલ તેમજ દશ કોશિ સમાજના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ અને જયોત્સનાબેન પટેલનો સહકાર મળેલ હોવાનું જણાવાયું છે.
પુસ્તકનો મુખ્ય હેતુ સમાજમાં પ્રવર્તતીસ્ત્રી ભૃણ હત્યા અટકાવવાનો છે. આ પુસ્તક સમુહલગ્નમાં દિકરીઓને ભેટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પુસ્તકાલયમાં આપવામાં આવશે. તેમ સ્વસ્તિક મહીલા ગૃહ ઉદ્યોગના વંદિતાબેન પટેલે જણાવ્યું છે.
પુસ્તક મેળવવાઃ (૧) મીનાક્ષી જસાણી, ‘વેદમાતા', ૧-બી શકિતનગર, ન્યુ પરીમલ સ્કુલ વાળી બંધ શેરી, કાલાવડ રોડ, રાજકોટ. મો.૯૩૭૪૧ ૦૮૩૩૯. (ર) વંદિતા પટેલ, ‘ચિદાનંદ' અમૃતપાર્ક પ૮, શેરીનં.પ, મહાત્મા ગાંધી સ્કુલ નજીકનો સંપર્ક કરવો. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:06 PM IST)










