તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 6th May 2025
રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે એવોર્ડ અર્પણ પ્રાપ્ત થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવેલ

રાજકોટ, તા.6: તાજેતરમાં કેન્દ્ર સરકારની 11 યોજનાની રાજકોટ જીલ્લામાં ઉતકળષ્ટ કામગીર કરવા બદલ કલેકટરશ્રી પ્રભવ જોષીને દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવેલ હતો. આ એવોર્ડ માટે સમગ્ર દેશમાંથી પાંચ જીલ્લાઓની પસંદગી કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર રાજકોટ જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ હતો. આમ આ ભવ્ય એવોર્ડ પાપ્ત થવા બદલ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા અને ટ્રેઝર 2શ્રી વિનોદભાઈ કાછડીયા દ્વારા રાજકોટ જીલ્લા કલેક્ટરશ્રીની રૂબરૂ મુલાકાત લઈને હાર્દિક અભિનંદન પાઠવેલ હતા. તેમજ આવનારા દિવસોમાં રાજકોટ જીલ્લાના સર્વાગી વિકાસમાં સાથ સહકાર આપતા રહીશું તેવી લાગણી વ્યક્ત કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:56 PM IST)










