તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 7th May 2025
રાજકોટ એરપોર્ટ આજથી ૩ દિવસ બંધઃ લશ્કરની ફલાઇટ માટે ખૂલ્લૂ રહેશે
હિરાસર એરપોર્ટ ફરતે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત... : ત્રણ દિવસ રાજકોટ આવતી-જતી મુંબઇ-દિલ્હી-બેંગલોર-ગોવા-હૈદ્રાબાદની ફલાઇટો બંધ કરી દેવાઇઃ હજારો મુસાફરો ઘરે પરત..

રાજકોટ તા. ૭ :.. રાજકોટ એરપોર્ટના સત્તાવાર અધિકારી સૂત્રોએ આજે સવારે ૯ વાગ્યે જાહેર કર્યુ હતું કે આજથી તા. ૯ સુધી રાજકોટ - હિરાસર એરપોર્ટ તમામ ડોમેસ્ટીક ફલાઇટ માટે બંધ રહેશે, હિરાસર એરપોર્ટ ફરતે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સાધનોએ જણાવેલ કે તા. ૭, ૮ અને ૯ એમ ત્રણ દિવસ સિવીલ ફલાઇટ માટે હિરાસર એરપોર્ટ બંધ કરી દેવાયું છે, આજની તમામ આવતી-જતી મુંબઇ-ગોવા-દિલ્હી- બેંગલોર-હૈદ્રાબાદની ફલાઇટો બંધ કરી દેવાઇ છે, હજારો મુસાફરોને ઘરે પરત મોકલી દેવાયા છે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવેલ કે હિરાસર એરપોર્ટ લશ્કરની તમામ ફલાઇટો માટે ર૪ કલાક ખૂલ્લુ રહેશે, અન્ય તમામ સુચનાઓની રાહ જોઇ રહ્યા છીએ. (પ-૯)
(11:22 AM IST)










