<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

અંબાજી ડેપોના એસટી કંડકટર કનુભાઇની જિંદગીની સફરનો રાજકોટમાં અંત આવ્‍યો

અમુલ સર્કલ પાસે આવેલા ડેપોએ આરામ કરવા સુતા બાદ જાગ્‍યા જ નહિઃ હાર્ટએટેક જીવલેણ નીવડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. અંબાજીથી એસટી બસમાં રાજકોટ પહોંચેલા કંડકટર આધેડની જિંદગીની સફર રાજકોટમાં હાર્ટએટેકને કારણે ખતમ થઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ બનાસકાંઠાના દાતા તાબેના કાનગર ગામે રહેતાં અને અંબાજી એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતાં કનુભાઇ ધુડાભાઇ તરાલ (ઉ.વ.૪૯) પરમદિવસે રાતે અંબાજીથી રાજકોટ આવેલી એસટી બસમાં અહિ આવ્‍યા હતાં.

બાદમાં રાતે આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક આવેલા એસટી ડેપો ખાતે આરામ કરવા રોકાયા હતાં. અહિ તેઓ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. મૃતકના પરિવારજનો, સગા સંબંધી સાંજે રાજકોટ પહોંચ્‍યા બાદ પોસ્‍ટમોર્ટમ કરાયું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કનુભાઇ ત્રણ બહેન અને છ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:57 AM IST)