તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
કોટડા સાંગાણીના ખરેડામાં મનરેગાના શ્રમિકો સાથે સંવાદ કરતા અનંદુ સુરેશ ગોવિંદ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાતનો દોર આગળ વધાર્યો

રાજકોટઃ જિલ્લા વિકાસ અધિકારીએ કોટડા સાંગાણીના ખેરડા ગામે મનરેગા યોજના શ્રમિકો સાથે મુલાકાત કરી હતી તે પ્રસંગની તસ્વીર, શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ કામનાં સ્થળે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું
રાજકોટઃ તા.૭, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ કોટડા સાંગાણીના ખરેડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગામનાં તળાવની કામગીરીમાં જોડયેલા મનરેગા યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી કામના સ્થળે શેડ, પાણી,આરોગ્ય વિગેરે વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
મનરેગા યોજના અંતર્ગત તળાવો, નદી ઊંડા કરવા સહિતની કામગીરી જિલ્લામાં હાથ ધરાઇ રહી છે. આ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકોને સ્થળ પર પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળી રહે તેવા ઉમદા પ્રયાસોથી મનરેગા અંતર્ગત જિલ્લા ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત જન સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી રિધ્ધીબેન પટેલ, મેડિકલ ઓફિસરશ્રી અંકિત ગોંડલીયા, ડો. માધવીબેન પંડયા, સરપંચ શ્રી ગીતાબેન ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિભાઇ સરતેજા, મનરેગા ડીડીપીસીશ્રી સંજયભાઇ સહિત મનરેગા સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:59 AM IST)










