<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પંચનાથ પ્‍લોટમાં ફલેટમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં સુરત અને સાવરકુંડલાના ત્રણ મિત્રોને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

સુરત વરાછાના મુળ ભાવનગરના રિતેશ ઉર્ફ ભોલાને તેના શેઠ પ્રેમ બુધ્‍ધદેવે ફલેટ ભાડે અપાવી દીધો હતોઃ લેપટોપમાં માસ્‍ટર આઇડી પણ પ્રેમે આપી હતીઃ તે કહે એ મુજબ રિતેશ સહિત ત્રણેય મિત્રો ગ્રાહકોની આઇડી બનાવી રમાડતાં'તા : રિતેશ સાથે તેના બે મિત્રો સાવરકુંડલાના રોનક બનજારા અને વિવેક ઉર્ફ કાનો સોલંકીની ધરપકડઃ લેપટોપ, વાઇફાઇ ડિવાઇ, છ મોબાઇલ ફોન કબ્‍જેઃ સાંકેતિક નામોને આધારે તપાસઃ કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, અમિતભાઇ અગ્રાવતની બાતમી પરથી પીએસઆઇ ડોડીયા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૭: આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્‍ટ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્‍યારે શહેર ડીસીબીની ટીમે આઇપીએલના મેચ પર રમાતા સટ્ટાનો વધુ એક પર્દાફાશ કર્યો છે. પંચનાથ પ્‍લોટ મેઇન રોડ પર જય સિયારામ પેંડાવાળી શેરીમાં આવેલા એક એપાર્ટમેન્‍ટમાં દરોડો પાડી સુરત,  સાવરકુંડલાના ત્રણ શખ્‍સને સટ્ટો રમતાં ઝડપી લીધા છે. સુરતના શખ્‍સના શેઠે રાજકોટનો આ ફલેટ સટ્ટો રમાડવા માટે જ ભાડેથી અપાવ્‍યો હતો. તે જે ગ્રાહકો આપે તેની લેપટોપમાં આઇડી બનાવી આ ત્રણેય મિત્રો ગ્રાહકોને ફોરવર્ડ કરી આપી ક્રિકેટના મેચ પર હારજીતના સોદા કરતાં હતાં. આઇડી આપનાર સુરતના શખ્‍સનો શેઠ ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે.

દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં હોય તેવા શખ્‍સોને શોધી કાઢવા ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોનસ. પ્રદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ અને અમિતભાઇ અગ્રાવતને બાતમી મળી હતી કે રિતેશ ઉર્ફ ભલો બોરીયા નામનો શખ્‍સ તેના મિત્રો સાથે પંચનાથ પ્‍લેટ મેઇન રોડ પર જય સિયારામ પેંડાવાળી શેરીમાં આવેલા વૃજ એપાર્ટમેન્‍ટના પહેલા માળે ફલેટ નં. સી-૧માં હાજર છે અને મુંબઇ ઇન્‍ડીયન્‍સ તથા ગુજરાત ટાઇટન્‍સની ટીમના ૨૦-૨૦ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે.

આ બાતમીને આધારે ટીમ ત્રાટકી હતી. ફલેટનો દરવાજો અડધો ખુલ્લો હોઇ પોલીસે અંદર જઇ તપાસ કરતાં એક શખ્‍સ લેપટોપ સાથે સાંકેતીક ભાષામાં વાત કરતો અને બીજા બે શખ્‍સો તેની બાજમુાં બેઠેલા જોવા મળ્‍યા હતાં. ત્રણેયની પુછતાછ કરતાં પોતાના ના રિતેશ ઉર્ફ ભોલો પંકજભાઇ વારીયા (ઉ.વ.૧૯-ધંધો વેપાર, રહે. મકાન નં. એ-૩૦, બજરંગનગર, અમીદીપી પેટ્રોલ પંપ પાછળ ખીમાળા નાકા વરાછા સુરત, મુળ હરિરામ પાર્ક સોસાયટી બોર તળાવ ભાવનગર) તથા રોનક નીતિનભાઇ બનરાજા (ઉ.વ.૧૯-ધંધો વેપાર, રહે. મધુવન સોસાયટી-૧, પાણીના ટાંકા સામે જેસર રોડ સાવરકુંડલા) તેમજ વિવેક ઉર્ફ કાનો મગનભાઇ સોલંકી (ઉ.વ.૧૯-ધંધો ફોટોગ્રાફી, રહે. રાધેશ્‍યામ સોસાયટી બ્‍લોક નં. ૩૦, હાથસણી રોડ, સાવરકુંડલા) જણાવ્‍યા હતાં.

પોલીસે ફલેટની માલિકી બાબતે પુછતાછ કરતાં રિતેશ ઉર્ફ ભોલાએ કહ્યું હતું કે આ ફલેટ તેના શેઠ પ્રેમ બુધ્‍ધદેવએ  પોતાને ભાડેથી રખાવી આપ્‍યો છે. ફલેટની માલિકી બાબતે પોતે જાણતો નથી. વિશેષ તપાસ થતાં ખુલ્‍યું હતું કે રિતેશ ઉર્ફ ભોલો લેપટોપમાં ક્રિકેટની માસ્‍ટર આઇડી ભવાની-૭૭૭ ઉપર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો, તેમજ અન્‍ય ઓલપેનલ નામની આઇડી પણ લેપટોપમાં હતી જે ખુલતી નહોતો. ભવાની૭૭૭ આઇડી પર મેચના હારજીતના સોદાઓ જોવામ ળ્‍યા હતાં. તેમજ સ્‍ક્રીન શોટ લીધેલા પણ હતાં. પોલીસે ૨૦ હજારનું લેપટોપ, ૧૨ હજારનો એક મોબાઇલ ફોન, અન્‍ય એક ૭ હજારબનો ફોન તેની પાસેથી કબ્‍જે લીધા હતા.

જ્‍યારે રોનક બનજારા અને વિવેક ઉર્ફ કાનો સોલંકીની પુછતાછ થતાં પોતે મિત્ર રિતેશ ઉર્ફ ભોલા સાથે મળી પ્રેમ બુધ્‍ધદેવના લેપટોટમાં માસ્‍ટર આઇડી બનાવી ગ્રાહકોને ફોરવર્ડ કરવાનું કહે તેને ફોરવર્ડ કરી રિતેશ ઉર્ફ ભોલા સાથે ઓનલાઇન સટ્ટો રમાડી હારજીત કરતાં હોવાનું કબુલ્‍યું હતું.  આ બંને પાસેથી પણ મોબાઇલ ફોન મળી કુલ ૫૮ હજારના છ મોબાઇલ ફોન, લેપટોપ, વાઇફાઇ બ્રોડબેન્‍ડ ડિવાસઇ મળી કુલ રૂા. ૭૯૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ઝડપાયેલા ત્રણેય અને પ્રેમ બુધ્‍ધદેવ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. રીતેશ ઉર્ફ ભોલાને જૂગાર રમવાની આઇડી પ્રેમ બુધ્‍ધદેવે આપી હતી. આ ત્રણેય પ્રેમ જે કહે તે મુજબ ગ્રાહકોની આઇડી બનાવી આપી ફોરવર્ડ કરતાં હતાં. રાજકોટનો ફલેટ પણ પ્રેમે ભાડે રાખ્‍યો હતો.

વધુ માહિતી અનુસાર પ્રેમ બુધ્‍ધદેવ મુળ સુરતનો છે અને અગાઉ જુનાગઢ રહેતો હતો. હાલ તે રાજકોટમાં રહેતો હોવાની પોલીસને માહિતી મળી છે. તેણે દોઢ બે મહિનાથી આ ફલેટ ભાડે રાખ્‍યાની  પણ વિગતો મળી છે. તે ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.

(2:54 PM IST)