<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં જયદિપ પર પડોશી પિતા-પુત્રનો હુમલો

ગંજીવાડાનો બનાવઃ રવિ અને તેના પિતા રાજુભાઇના હુમલામાં યુવાન લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૭ઃ શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતાં યુવાને  પોતાના ઘર નજીક ગાળાગાળી કરી રહેલા શખ્સને દૂર જવાનું કહેતાં આ શખ્સે પોતાના પિતા સાથે મળી પાઇપથી હુમલો કરતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ગંજીવાડા શેરી નં. ૨૪માં રહેતાં જયદિપ નારણભાઇ પરમાર (ઉ.વ.૨૬) પર રાતે બારેક વાગ્યે પડોશી રવિ, તેના પિતા રાજુભાઇ અને રવિની પત્નિઍ ઝઘડો કરી ગાળો દઇ પાઇપથી હુમલો કરતાં માથા, શરીરે ઇજાઅો થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇઍ થોરાળા પોલીસને જાણ કરી હતી.
જયદિપ ઇમિટેશનનું કામ કરે છે. તેના સગાના કહેવા મુજબ રાતે જયદિપ અને તેના પત્નિ ઘર બહાર બેઠા હતાં ત્યારે પડોશી રવિ ગાળાગાળી કરતો હોઇ તેને દૂર જવાનું કહેતાં ઝઘડો કર્યો હતો અને પોતાના પિતા-પત્નિ સાથે મળી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:38 PM IST)