<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

લોધીકા તાલુકાના ગામોને જોડતા માર્ગોનું ૧૧૩૦ લાખના ખર્ચે થશે નવિનીકરણ

ભાનુબેન બાબરીયાની રજુઆતથી ગ્રામ સડક માટેની ગ્રાન્‍ટ મંજૂર

રાજકોટ તા. ૭: રાજકોટ જિલ્લાના રાજકોટ તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવતા રોડ રસ્‍તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી તેમજ સ્‍થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. આ રસ્‍તાઓ રાજકોટ અને લોધિકા મુખ્‍ય માર્ગોને જોડાતા હોવાથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, ડામર કામ તેમજ રોડ ફર્નીસીંગ, નાળા કામ રીપેરીંગ તેમજ સી.સી. રોડ બનાવવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ભાનુબેન બાબરીયાએ મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરતા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા રાજકોટ ગ્રામ્‍ય ૭૧ વિધાનસભા વિસ્‍તારના લોધિકા તાલુકાના (૧) ઢોલરા-શાપરને જોડતો (૪.૦૦ કિ.મી.ના રસ્‍તા પહોળાઇ) માટે રૂ. પ૬.૦૦ લાખ, (ર) એન.એચ. ટુ કાંગશિયાળી-ઢોલરા-વિરવા-ખાંભા-માખાવડ રોડને જોડતો (૪.૦૦ કિ.મી.) તેમજ રાજકોટ તાલુકાના સર-સુકી સાજડીયાળી રોડને જોડતો (૩.૭ કિ.મી.)ના રસ્‍તા માટે રૂ. ૧ર૦.૦૦ લાખ એમ કુલ ર૧.૭પ કિ.મી.ના રસ્‍તાના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નીસીંગ, નાળા કામ રીપેરીંગ, સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧૧૩૦.૦૦ લાખ મુખ્‍યમંત્રી ગ્રાહ સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવ્‍યા છે.

 આ રસ્‍તાના કામોથી રાજકોટ અને લોધિકાના મુખ્‍યમાર્ગોને જોડતા આ માર્ગની આસપાસના આજુબાજુના ગામડાઓને આનો લાભ મળશે. તેમજ પ્રજાજનોને આ મંજુરી મળતા હર્ષની લાગણી અનુભવી હતી.

ઉકત મંજુરી મળતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સર્વે ગ્રામજનો વતી મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.

(2:22 PM IST)