<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પોલીસમેને બે નશાખોરને પકડતાં ‘તું મને ઓળખતો નથી, ગોત્‍યો નહિ જડે' કહી ભરત વારસુર અને સાગ્રીતોની ધમાલ

વાવડી નજીક રાધેશ્‍યામ ગોૈશાળા પાસે બનાવઃ બે નશો કરેલા અને બે ફરજમાં રૂકાવટ કરનારા ઝડપાયાઃ ભરત સહિત ત્રણની શોધખોળઃ તાલુકા પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. મયુરસિંહ જાડેજા, કલ્‍પેશભાઇ અને બે હોમગાર્ડ વાહન ચેકીંગમાં હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૭: શહેરના વાવડી નજીક રાધેશ્‍યામ ગોૈશાળા પાસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પોલીસ સ્‍ટેશનના બે કોન્‍સ્‍ટેબલ, બે હોમગાર્ડ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોઇ એક ટુવ્‍હીલર પર બે શખ્‍સ દારૂ પીને નીકળતાં તેને પકડી એક કોન્‍સ્‍ટેબલ કાર મારફત બંનેને પોલીસ સ્‍ટેશને લઇ જતા હતાં ત્‍યારે બે બાઇક પર આવેલા પાંચ શખ્‍સોએ કારને આંતરી તે પૈકીના એક શખ્‍સે ‘તું મને ઓળખતો નથી હું ભરત વારસુર, હમણા જ જેલમાંથી છુટયો છું, આ મારા માણસો છે, એને પકડીને ક્‍યાં લઇ જાય છે? છોડી દે નહિતર ગોત્‍યો નહિ જડે' તેમ કહી કોન્‍સ્‍ટેબલને ધમકી દઇ ઝપાઝપી કરતાં બીજા કોન્‍સ્‍ટેબલ, હોમગાર્ડ આવી જતાં ડખ્‍ખો કરનારા પાંચ પૈકીના બેને અને નશો કરેલા બેને પકડી લીધા હતાં. ભરત સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં તાલુકા પોલીસે કોન્‍સ. મયુરસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજાની ફરિયાદ પરથી નિલેષ ચંદુભાઇ મકવાણા, મોહીત જેન્‍તીભાઇ ડાંગર અને ભરત વારસુર તથા બે અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.

મયુરસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હું તથા કોન્‍સ. કલ્‍પેશભાઇ મયુરભાઇ શેખ, હોમગાર્ડ જવાન ઇર્શાદ એ. સમા તથા વિજય એસ. ડાઇમ ૭/૫ના રોજ રાધેશ્‍યામ ગોૈશાળા ખાતે નાઇટમાં ફિક્‍સ પોઇન્‍ટ પર નોકરીએ હતાં. અમે અમારી ફરજ પર હતાં અને વાહન ચેકીંગની કામગીરી કરતાં હતાં ત્‍યારે રાતે એક વાગ્‍યે વાવડી તરફથી એક ટુવ્‍હીલર સર્પાકાર આવતું હોઇ તેને રોક્‍યું હતું. એક્‍સેસ નં. જીજે૦૩એમજે-૯૦૮૫ ઉપર બે શખ્‍સ બેઠા હોઇ તેની પુછતાછ કરતાં પોતાનું નામ બાસીત અશરફભાઇ મોરવાડીયા તથા પાછળ બેઠેલાએ પોતાનું નામ કટી કેશુભાઇ બગડા જણાવ્‍યા હતાં. આ બંને દારૂ પીધેલા હોઇ અમારી કારમાં બેસાડીને રવાના થયા હતાં. એક હોમગાર્ડ ઇર્શાદ સમા પણ અમારી ાસથે હતાં.

અમે રાધેશ્‍યામ ગોૈશાળાથી મટુકી રેસ્‍ટોરન્‍ટ તરફ જતાં પુનીતનગર રોડથી રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશન તરફ રવાના થયા હતાં. બીજા હોમગાર્ડને અમે આ બંનેનુ ટુવ્‍હીલર લઇને રવાના કર્યા હતાં. એક કોન્‍સ્‍ટેબલ પોતાના ટુવ્‍હીલરમાં સાથે નીકળ્‍યા હતાં. અમે ગોૈશાળા પાસેથી આશરે બસ્‍સો મીટર આગળ વધ્‍યા ત્‍યાં જ એક ટુવ્‍હીલરમાં બીજા બે શખ્‍સ આવ્‍યા હતાં અને નીચે ઉતરી અમારી કારમાં આગળના ભાગે હાથથી મુક્કા મારવા માંડયા હતાં. એક શખ્‍સે ડ્રાઇવર સાઇડનો દરવાજો ખેંચી મને નીચે ઉતારી બાોચાલી કરી હતી અને ‘મારા માણસોને ક્‍યાં લઇ જાય છે? તું મને ઓળખે છે? હું ભરત વારસુર છું, તું મને ઓળખતો નથી હજુ હું જેલમાંથી છુટયો છું, આ લોકોને જવા દે નહિતર તું ખોવાઇ જઇશ, ગોત્‍યો નહિ જડે' કહી ગાળો દેવા માંડયો હતો અ  ઝપાઝપી કરવા માંડયો હતો.

તેની સાથેના શખ્‍સો પણ ગાળો દઇ ઝપાઝપી કરવા માંડયા હતાં. એક શખ્‍સ મારી કારની ચાવી ખેંચવા માંડયો હતો. બીજા બે જણા મારી કારમાં બેઠેલા બંને શખ્‍સછોને બહાર કાઢવા દરવાજો ખેંચી મારી સાથે ખેંચાખેંચી કરવા માંડયા હતાં.  આ દરમિયાન કોન્‍સ. કલ્‍પેશભાઇ અને હોમગાર્ડ આવી જતાં આ બધા ભાગવા માંડયા હતાં. બે બાઇક પર આવેલા આ પાંચમાંથી બે જણાને અમે પકડી લીધા હતાં. બાકીના ત્રણ ભાગી ગયા હતાં. કોન્‍સ. કલ્‍પેશભાઇએ મોબાઇલ વન અને પીસીબીઆર બોલાવી લીધી હતી. ઝડપાયેલા આ બંનેને પોલીસ સ્‍ટેશને લાવી પુછપરછ કરતાં પોતાના નામ નિલેષ ચંદુભાઇ મકવાણા (રહે. આંબેડકરનગર સ્‍વામીનારાયણ હોસ્‍પિટલ સામે સરધાર) તથા મોહિત જેન્‍તીભાઇ ડાંગર (રહે. આંબેડકરનગર-૬/૧૦નો ખુણો એસટી વર્કશોપ પાછળ) જણાવ્‍યા હતાં.

બે શખ્‍સ સામે અમે દારૂ પીવાનો ગુનો દાખલ કરાવ્‍યો હતો અને ભરત વારસુર સહિત પાંચ જણાએ અમે આ બંનેને પકડીને કારમાં બેસાડી પોલીસ સ્‍ટેશને લઇ જતાં હતાં ત્‍યારે ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ ઝપાઝપી કરી ગર્ભીત ધમકી આપી હતી. તેમ વધુમાં મયુરસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્‍સ. નિલેષભાઇ ચાવડાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ભરત વારસુર બૂટલેગર છે અને નશો કરેલા ઝડપાયેલા અને ફરજમાં રૂકાવટમાં ઝડપાયેલા બે મળી ચારેય ભરતના સાગરીતો છે. ભાગી ગયેલા ભરત સહિત ત્રણની શોધખોળ થઇ રહી છે. (૧૪.૯)

(2:53 PM IST)