<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ડાંગની ઓર્ગેનિક વસ્‍તુઓનો રાજકોટમાં ખજાનોઃ રાજેષ કારિયા પ્રસ્‍તુત વેબસાઇટ પર પુષ્‍કળ માહિતી

‘શ્રીનાથ નેચરલ'ની વેબસાઇટ લોકાર્પણ કરતા અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા

બી.એસ.એન.એલ.ના નિવૃત અધિકારી શ્રી રાજેષ કારિયા સંચાલિત ‘શ્રીનાથ નેચરલ' દ્વારા ઓગૈનિક વસ્‍તુઓ અંગે લોકોની જાણકારી માટે તૈયાર કરવામાં આવેલ વેબસાઇટ www.shreenathnatural.com નું અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીરમાં શ્રી રાજેષ કારિયા તેમના સાથીદાર શ્રી ગોપાલ અલગોતર અને અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્‍થિત છે.(તસ્‍વીરઃ અભિજિત બગથરિયા)

રાજકોટ, તા. ૭: શહેરમાં રૈયા રોડ પર આઝાદ ચોકથી કાલાવડ રોડ પર જતા બીઝનેસ કોર્નર બિલ્‍ડીંગમાં દુકાન નં. ૮ માં શ્રી રાજેષ કારિયા દ્વારા ડાંગ જિલ્લામા ઉત્‍પાદિત વિવિધ વસ્‍તુઓ ‘શ્રીનાથ નેચરલ' નામથી ચાલતા વ્‍યવસાયિક કેન્‍દ્ર પરથી વેચાણ કરવામાં આવે છે. લોકોને આરોગ્‍યની જાળવણીમાં ઉપયોગી સંપુર્ણ ઓર્ગેનિક વસ્‍તુઓ મળી રહે તેવો તેમનો ધ્‍યેય છે. તેમણે ઓર્ગેનિક  ચીજ વસ્‍તુઓ અંગે લોકોને ઉપયોગી માહિતી મળી રહે તે માટે ખાસ વેબસાઇટ બનાવી છે તેની અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા હસ્‍તે શુભારંભ કરવામાં આવેલ. શ્રી કિરીટભાઇએ આ વેબસાઇટ લોકોને ખુબ ઉપયોગી બને તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

શ્રી રાજેષ કારિયાએ જણાવેલ કે ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો દ્વારા પરંપરાગત પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. આ આદિવાસી વિસ્‍તારો ખેતરો, પહાડોને અડીને આવેલા હોઇ, ચોમાસામાં વરસતો વરસાદ પહાડો પરથી મિનરલ્‍સ આ ખેતરોમાં દરેક વર્ષે કુદરતી રીતે ઠાલવતા હોય છે. આવા ખેતરોમાં થતા અનાજ, ફળફળાદી, તેજાનાઓ તેમજ ઔષધીય વનસ્‍પતિઓમાં ખનિજ તત્‍વોનું પ્રમાણ સવિશેષ હોય છે. ગુજરાત રાજ્‍યના એકમાત્ર ઓર્ગેનિક  જીલ્લા એવા ડાન્‍ગના પહાડી વિસ્‍તારોમાં ઉત્‍પન્ન થતાં વિવિધ પ્રકારના પાકો, એ પાકોનું એકત્રીકરણ કરી ડાંગના વિસ્‍તારોમાં વેચાણ કરનારા બહેનોના સખી મંડળો, સહકારી આયુર્વેદિક મંડળી તેમજ ડાંગના આદિવાસી ખેડૂતો પાસેથી સીધું રાજકોટ શહેરમાં અમો આપસૌ સમક્ષ રજૂ કરીએ છીએ.

સંપૂર્ણ ઓર્ગેનિક વસ્‍તુઓઃ ઔષધો

ડાંગ જીલ્લાનો મહત્તમ વિસ્‍તાર જંગલો અને પહાડો ધરાવે છે. આ જંગલોમાં સ્‍યયંભૂ ઉગતી ઔષધીય વનસ્‍પતિઓને, આ વિસ્‍તારના આદિવાસી બંધુઓ ડાંગમાં જ આવેલી આયુર્વેદિક દવાઓ બનાવતી સહકારી મંડળીમાં આપે. આ મંડળીમાં પ્રાચિન આયુર્વેદિક પધ્‍ધતિ અનુસાર વિવિધ ઔષધિઓ (છાણા, લાકડાની અગ્નિ બળતણ બનાવવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધિ મંડળી પાસેથી આયુષ મંત્રાલય દ્વારા કોરોનાકાળ સમય દરમિયાન, ગોળીઓ તેમજ કાઢાના પાવડર ખરીદી લોકોને વિતરણ કરવામાં આવ્‍યું હતું.

મધ

ગુજરાતના વિવિધ વિસ્‍તારોનાં જંગલોમાં વિસ્‍તાર પ્રમાણે અલગ અલગ પ્રકારની વનસ્‍પતિઓ હોય છે આ વિસ્‍તારોમાં મધમાખીઓ સમેત મધમાખીની પેટીઓ રાખી તે વિસ્‍તારોમાં થતી વનસ્‍પતિઓનુ મધ, મધમાખીઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જેથી આપણને અલગ અલગ સ્‍વાદનુ સંપૂર્ણ કુદરતી મધ મળે છે. તે મધ કેન્‍દ્રથી મંગાવી આપણે અપણા રાજકોટ શહેરમાં વેચાણ કરીએ છીએ.

અનાજ, મસાલા

જંગલોમાંથી ઔષધીય વનસ્‍પતિઓ લાવે તેમજ પોતાના ખેતરોમાં હળદર, મરી, મરચાં, આદુ, નાગલી, વરી, વિવિધ પ્રકારના ચોખા, સ્‍ટિવિઆ (સુગરફ્રી ટેબ્‍લેટ્‍સ જેમાંથી બને એ છોડ) ઉત્‍પાદિત કરી ડાંગ જીલ્લામાં આવેલ સેન્‍ટરોને આપે. જ્‍યાં બહેનોના સ્‍વસહાય જૂથ દ્વારા વિવિધ ખાધ પદાર્થો બંને છે. આ સેન્‍ટર પાસે અમો દ્વારા આ સંપૂર્ણ ઓર્ગેનિક વસ્‍તુઓ મંગાવવામાં આવે છે.

પાપડ

વાસદા તાલુકાના સીતાપુર ગામમાં ‘રામકળષ્‍ણ સંવેદના ટ્રસ્‍ટ' દ્વારા ગરીબ આદિવાસી બહેનોને સ્‍વરોજગાર મળી રહે એવા હેતુથી, ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવળત્તિઓ પૈકી, હાથવણાટના પાપડ બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારના સ્‍વાદવાળા આ પાપડોનું ઉત્‍પાદન આદિવાસી બહેનો માટે રોજગારીનું સાધન બને એમાં સહભાગી થવા, અમે આ ઉત્તમ ગુણવત્તાના પાપડ રાજકોટમાં વેચાણ કરવામાં આવે છે.

ઉપરાંત ઓર્ગેનિક  રીતે તૈયાર થયેલ હળદર, મરચુ, મગ, બિસ્‍કીટ, દેશી ગોળ, ધાણાજીરૂ, અરીઠા, ચોખા, વેફર, ગરમ મસાલો, અથાણાનો મસાલો, સુઠ પાવડર, આયુર્વેદ દવાઓ, લસણની ચટણી વગેરે આ દુકાનમાં વેચાણ માટે ઉપલબ્‍ધ છે.  શ્રીનાથ નેચરલ દ્વારા તૈયાર કરાવાયેલ વેબસાઇટમાં ઓર્ગેનિક વસ્‍તુઓના ભાવ સહિતની પુષ્‍કળ માહિતી મુકવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપર્ક

રાજેષ કારિયા

શ્રીનાથ નેચરલ

દુકાન નં. ૮, બીઝનેસ કોર્નર,

આઝાદ ચોક પાસે,

સહકારનગર મેઇન રોડ, રૈયા રોડ,

રાજકોટ મો. ૯૪૨૬૨ ૦૪૫૬૦

વેબસાઇટઃ www.shreenathnatural.com

(3:05 PM IST)