<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

અનિરૂધ્‍ધસિંહના સમર્થનમાં ૩ થી ૪ હજાર લોકોની રેલીઃ કલેકટરને આવેદન

અમિત ખૂંટે લખેલ ચીઠ્ઠી કલેકટર દ્વારા FSL તપાસમાં મોકલાય તેવી મુખ્‍ય માંગણીઃ જયરાજસિંહ તથા ગણેશ ઉપર આક્ષેપો... હજારો લોકો ઉમટી પડતા કલેકટર કચેરી ઉભરાઇ પડીઃ કચેરીના તમામ દરવાજા બંધ કરવા પડયાઃ પોલીસનો જડબેલાક બંદોબસ્‍ત

રીબડાના અગ્રણી અનિરૂધ્‍ધસિંહ અને તેમના પુત્ર રાજદિપસિંહના સમર્થનમાં ૩ થી ૪ હજાર લોકોએ રાજકોટમાં રેલી કાઢી કલેકટરને વિસ્‍તૃત આવેદનપત્ર પાઠવ્‍યું હતું તે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૭: રીબડાના વતની સ્‍વ. અમિતભાઇ ખૂંટને મજબૂર કરવા અંગે રીબડાના અગ્રણીથી અનિરૂધ્‍ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદિપસિંહ જાડેજા વિરૂધ્‍ધ ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરીયાદના વિરોધમાં આજે રીબડા ઉપરાંત ઉપલેટા, જામકંડોરણા, કાલાવાડ સહિતના ૧ર થી ૧પ ગામના ૩ થી ૪ હજાર લોકોએ રાજકોટમાં પ્રચંડ રેલી કાઢી-સાધુ સંતોને સાથે રાખી શાંતિપૂર્ણ દેખાવો યોજી કલેકટરને વિસ્‍તૃત આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

આવેદન દેવામાં ૩ થી ૪ હજાર લોકો ઉમટી પડયા હોય આખી કલેકટર કચેરી ઉભરાઇ પડી હતી, કલેકટર કચેરીના તમામ દરવાજા બંધ કરવા પડયા હતા, પોલીસનો ચારેબાજુ બંદોબસ્‍ત ગોઠવાયો હતો.

આવેદનમાં આગેવાનોએ ઉમર્યુ હતું કે, ગોંડલ તાલુકાના રીબડા ગામના રહીશ અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા જેઓ એક પ્રર્તીષ્‍ઠીત નાગરીક છે અને સામાજીક તેમજ રાજકીય ખુબ મોટું નામ ધરાવે છે. અને સેવાકીય પ્રવળતિમાં અગ્રેસર છે. જેઓની વિરૂધ્‍ધ રેફરન્‍સમાં જણાવેલ ગોંડલ તાલુકાના પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંઘાયેલ છે. જેમાં રીબડા ગામનાં વતની સ્‍વ. અમિતભાઈ દામજીભાઈ ખુંટને મરવા મજબુર કરવા વિગેરેની આરોપ લગાવતી એફ.આઈ. આર. દાખલ કરવામાં આવેલ છે. જેમાં આરોપો તેમજ મરણજનારના ચારીત્ર અને ભુમિકાનુ વિસ્‍તારથી નીચે વિવરણ રજુ રાખીએ છીએ.

આ કામના મરણ જનાર સ્‍વ. અમિતભાઈ દામજીભાઈ ખુંટ જેઓની વિરૂધ્‍ધ રાજકોટ શહેર એ. ડીવીઝન પોલીસ સ્‍ટેશનનાં ગુના ર. નં. ૧૧૨૦૮૦૫૦૨૫૦૪૩૪ તા. ૦૩-૦૫-૨૦૨૫ ના રોજ એક સગીર રીધ્‍ધીબેન ડો.ઓફ રમેશભાઈ ભગવાનજીભાઈ કાનાણી નામની ૧૬ વર્ષ ૧૦ માસ (ઉમર) વાળી સગીર દીકરીનું મરણજનારે દુષ્‍કર્મ આચર્યું હોય તેવી ફરીયાદ બી.એન. એસ. ની કલમ ૧૩૭(૨), ૬૪(૧) તેમજ પોકસો એકટની કલમ ૪,૮ મુજબ દાખલ થયેલ જેમાં ભોગ બનનાર મેડીકલ સારવાર દરમિયાન આ ગુનો રજીસ્‍ટર કરાયેલ આ કામનાં મરણ જનાર આ ગુનાનાં કામે તા. ૦૩-૦૫-૨૦૨૫ ના સવારે ૧૧:૩૦ કલાકથી ગૂનો નોંધાયા પોલીસ પકડેથી દૂર હતા. અને તેઓ સામે ઉપરોકત ગુનો નોંધાયેલ હતો. ત્‍યારબાદ આ મરણ જનારે તા. ં૫-૦૫-૨૦૨૫ ના રોજ રાત્રીના કે વહેલી સવારના રીબડા મૂકામે પોતાની માલીકીની વાડીએ આત્‍મહત્‍યા કરેલ હોવાનું બનાવ બનેલ હોય. અને મરણ જનારે પોતાની મનસ્‍વી રીતે કે કોઈના મારફતે ચાર પન્નાની સુસાઈડ નોટમાં રીબડા ગામનાં અને બંને પિતા- પુત્રને મરવા મજબુર કરેલ હોવા વિગેરેના આક્ષેપો કરેલ છે. જેના આધારે રેફ. માં જણાવેલ ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશને નોંધાયેલ છે. જેમાં આરોપી તરીકે આ બંને પિતા પુત્રને પોલીસે રાજકીય દબાવથી વિના તપાસે મુખ્‍ય આરોપી જોડીને એક રાજકીય કિન્નાખોરીથી આ એફ.આઈ. આર. પોલીસને નોંધવાની ગોંડલનાં માજી ધારાસભ્‍ય જયરાજસિંહ તેમજ તેમનો પુત્ર ગણેશ ઉર્ફે જયોતિરાદિત્‍ય અને રાજકોટના રહેવાસી ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા વિગેરેનાઓએ જુની અદાવતનાં કારણે આ ગુન્‍હો નોંધવા પોલીસ પર દબાણ લાવેલ છે. અને વિના તપાસે પોલીસ પ્રથમ તબકકે ગુનો નોંધવામાં આવેલ છે.

 જેમાં અમો આવેદનકર્તાની માંગ છે કે, આ બંને પિતા- પુત્ર (અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા તેમજ ભોગ બનનાર રિધ્‍ધીબેન ડો/ઓફ રમેશભાઈ ભગવાનજીભાઈ કાનાણી તેમજ પુજા રાજગોરને આ ગુનામાં યોગ્‍ય અને તટસ્‍થ તપાસ થયા બાદ પોલીસ દ્વારા તેઓની આ ગુનાના કામે તેની ભુમીકા ધ્‍યાનમાં લઈને તેઓને પોલીસ કાર્યવાહી અર્થે નોટીશ કરી રૂબરૂ બોલાવે અને મરણ જનાર નાં સ્‍યુસાઈડ નોટ તેમજ ફરીયાદીના આરોપને મળતુ સમર્થન હોય તેવા સંજોગોની પોલીસ તેઓની સામે કાર્યવાહી કરે તેવી આ આવેદનથી અમારા ન્‍યાયીક માંગ છે.

સદર આવેદનથી જણાવવાનું કે, આ ગુનો નોંધવામાં પોલીસે જે ફરજ બજાવેલ છે, તે પ્રકારની ફરજ અગાઉ ખુબ ચકચારી રાજકુમાર રતનલાલ જાટના મળત્‍યુ સંદર્ભમાં કે આ જયરાજસિંહના બંગલામાં રાજકુમાર જાટ અને તેના પિતાને માર મારવાના ગુનામાં આ પોલીસ આજદીન સુધી જયરાજસિંહની દબંગાઈના કારણે ગુનો નોંધી શકેલ નથી કે રાજકુમાર જાટના પિતાના કથન મુજબ કોઈ કાર્યવાહી કરી શકેલ નથી. આમ આ ગોંડલ વિસ્‍તારની પોલીસ જયરાજસિંહની દબંગગીરીથી દબાવમાં રહીને પોતાની ફરજ બજાવી રહેલ છે. તે પુરવાર થઈ ચુકેલ છે. આગુનો નોંધાવામાં પોલીસે દબાવમાં રહી સ્‍યુસાઈડ નોટનાં એફ.એસ.એલ. રીપોર્ટ ની રાહ જોયા વિનાં ગુન્‍હો દાખલ કરેલ છે. જેમાં આરોપીઓની પોતાની બચાવ પક્ષ રાખવાનાં તેઓના અધિકારો અબાધિત રાખવા ન્‍યાયનાં હિતમાં ઉચીત છે.

સદરહુ આવેદનથી આપનું ધ્‍યાન દોરવાનું કે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશનાં અગાઉનાં કારનામા જોવામાં આવે તો તેઓએ અગાઉ જુનાગઢના એક દલીત પુરૂષ સંજય સોલંકી નામના વ્‍યકિતનું અપહરણ કરી માર મારી નગ્ન કરેલ હોવાની ઘટનાને અંજામ આપેલ જેમાં ભોગ બનનાર રાજુ સોલંકીનાં સમાજના લોકો એક આ લોકોની આવી વર્તણુક સામે જન આક્રોશ રેલી યોજીને ગોંડલ આવેલાં જેમાં પણ પોલીસ પ્રશાસનનો ખુબ મોટો સમય અને પ્રજાહિતના જાહેરનામાનો દુર્વ્‍યય થયેલ તેનાં જવાબદાર આ જયરાજસિંહ અને તેમનો પુત્ર રહેલ છે.

સદરહું નિવેદનથી આપ કલેકટરશ્રીને માનસર અરજ છે કે, મરણ જનાર અમિતભાઇ ખુંટ પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટ તાત્કાલીક ધોરણે ઍફ.ઍસ.ઍલ. પરીક્ષણમાં મોકલી આપવામાં આવે, તેવું આપની કક્ષા ઍથી તપાસ અધિકારીશ્રીને લેખીતમાં ડાયરેકશન આપવામાં આવે તેવી રજુઆત છે. આવેદન દેવામાં અગ્રણીઅો સર્વશ્રી પી. ટી. જાડેજા, મનોજ ખુંટ, રાજભા જેઠવા, હસુબાપુ, શામળદાસબાપુ, શશીકાંત રૈયાણી, અનિરૂધ્ધસિંહના ભાઇ રાજેન્દ્રસિંહ જાડેજા, જયમીન ભટ્ટ, અજયસિંહ જાડેજા, ત્રીલોકબાપુ, રાજુ ઘોઘાવદર, અલીબાપુ માઢકીયા વિગેરે જાડાયા હતા.(

(3:06 PM IST)