<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પાકિસ્‍તાને જયારે જયારે અવળચંડાઈ કરી છે ત્‍યારે ૧૯૬૫,૧૯૭૧ ભારતે જડબાતોડ જવાબ આપ્‍યો છેઃઅતુલ રાજાણી

સેનાના ઓપરેશન સિંદુરને અભિનંદન સાથે આવકારતી શહેર કોંગ્રેસ સમિતિ

 

 

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ સમગ્ર વિશ્વ એ આતંકવાદ પ્રત્‍યે ઝીરો ટોલરન્‍સ ની નીતિ અપનાવી જરૂરી છે. ઘણા સમયથી ભારતમાં આતંકવાદ ફુલ્‍યો ફાલ્‍યો છે ત્‍યારે તાજેતરમાં પહેલગામ નો આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સેનાના ઓપરેશન સિંદૂરને અભિનંદન સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આવકારે છે. પાડોશી પાકિસ્‍તાન ને જડબાતોડ જવાબ આપવા ભારતના યુવાનો અને ભારતીય સેના તત્‍પર હતી ત્‍યારે ગઈકાલે સવારે ૧-૨૮ મિનિટે ૬૪ સેકન્‍ડનો ઓપરેશન સિંદૂર નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ.

ભારતીય જૈસ એ મોહમ્‍મદ અને હાફીઝ સઇદ ના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરાયો છે. એરસ્‍ટ્રાઈક માં પાકિસ્‍તાનના કોઈ પણ લશ્‍કર ઠેકાણે  કે  નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્‍યા નથી ભારત તરફથી સંયમ દાખવી ફક્‍ત આતંકવાદી માળખાઓને નિશાન બનાવ્‍યા છે. બંકરો ઉડાડ્‍યા છે પાકિસ્‍તાનને પાઠ ભણાવતા સમગ્ર દેશ સેના અને સરકારની સાથે છે સુરક્ષા સંભાળતા વીર જવાનોને નાગરિકો અને સુરક્ષા માટે તમામ બજેટ હોય છે તેને પ્રાથમિક અગ્રતા હોવી જોઈએ અને વિપક્ષ પણ દેશ અને સેનાની સાથે છે. પાકિસ્‍તાને જયારે જયારે ભારત સામે અવળચંડાઈ કરી છે ત્‍યારે ભારતને નુકસાન કરવાના પ્રયત્‍નો કરનાર પાકિસ્‍તાન ને જડબાતોડ જવાબ ૧૯૬૫ અને ૧૯૭૧ માં ભારતીય સેનાએ પાઠ ભણાવી દીધો છે અને આજે પણ દેશની જનતા લોખંડી નેતા ઇન્‍દિરા ગાંધી ને યાદ કરે છે. પાકિસ્‍તાનમાં નવ જગ્‍યાએ ભારતની એર સ્‍ટ્રાઈક રાત્રી ના પોણા બે વાગ્‍યે પાકિસ્‍તાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર હુમલાઓ કર્યા છે. જે પગલે ભારતીય સૈન્‍ય પર ગર્વ છે.

આજે સરહદી રાજય ગુજરાતમાં પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આપેલ દરેક સૂચના નું ગુજરાતના નાગરિકો પાલન કરે. આજે ૧૯૭૧ પછી રાજયમાં પ્રથમવાર મોકડ્રીલ યોજાઇ રહી છે ત્‍યારે શાંત રહો અને ખોટી અફવા ન ફેલાવો જે કાંઈ સૂચનાઓ મળે તેનું અક્ષરસઃ પાલન કરવું જોઈએ. જય હિન્‍દ ના નારા સાથે સમગ્ર દેશ ભારતે લીધેલો બદલા બદલ ગર્વ અનુભવ છે. તેમ અતુલ રાજાણીએ અંતમાં જણાવ્‍યું છે.

(4:03 PM IST)