<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ગોંડલ બાયપાસ ચોકડી ઓવરબ્રીજ નીચે અમુક ચાલકો રોડ વચ્‍ચે જ રિક્ષાઓ ઉભી રાખી દેતાં હોવાથી ટ્રાફિકજામ

મુસાફરો ભરાઇ ન જાય ત્‍યાં સુધી બીજા વાહનોને અડચણરૂપ બનતાં હોવાની ફરિયાદઃ ટ્રાફિક નિયમન સારી રીતે કરતાં ટ્રાફિક પોલીસ કર્મી અને વોર્ડન અન્‍ય વાહનચાલકોના આ પ્રશ્ન તરફ ધ્‍યાન આપે તે ખુબ જરૂરી

રાજકોટઃ ગોંડલ બાયપાસ ચોકડી ઓવરબ્રીજ નીચે ૧૫૦ રીંગ રોડ પર રોજબરોજ ટ્રાફિકજામ થતો હોવાની અહિથી નિયમીત પસાર થતાં વાહનચાલકોમાં ફરિયાદો ઉઠી છે. લોકોમાં ઉઠેલી ફરિયાદ મુજબ અહિ રોડ પર જ અમુક રિક્ષાચાલકો આડેધડ પોતાની રિક્ષા ઉભી રાખી દઇ મુસાફરોને બોલાવે છે. મુસાફરો બેસી ન જાય અને રિક્ષા ઉપડી ન જાય ત્‍યાં સુધી તેઓ આડેધડ રોડ વચ્‍ચે જ રિક્ષા ઉભી રાખે છે. આ કારણે બીજા નાના-મોટા વાહનો અટવાઇ જાય છે. નજીકમાં જ ટ્રાકિફ પોલીસની ચોકી છે પરંતુ જે બધાને નજરે ચડે છે તે કદાચ ત્‍યાંના સ્‍ટાફને નહિ દેખાતુ હોય? તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ચાર-પાંચ વોર્ડન અહિ ફરજ પર હોય છે. તેઓ ટ્રાફિક નિયમનની જવાબદારી સારી રીતે નિભાવતાં હોય છે. સાથે સાથે તેમણે આ રીતે આડેધડ રિક્ષા ઉભી રાખનારાઓને સાઇડમાં ઉભા રહેવા અને મુસાફરો શોધવા સમજાવવા જોઇએ જેથી કરીને બીજા વાહનચાલકોને હેરાન ન થવું પડે તેવું આ રસ્‍તેથી રોજબરોજ પસાર થનારા રાહદારીઓ, વાહનચાલકોનું કહેવું  છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:37 PM IST)