News of Wednesday, 7th May 2025
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગણપતિ દાદાના મંદિરમાં ચોરીનો પ્રયાસઃ શખ્સ પકડાયો

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહેલા માળે આવેલા ગણપતિજીના મંદિરમાંથી ચોરીનો પ્રયાસ કરતાં એક શખ્સને સિક્યુરીટીની ટીમે પકડી લીધો હતો. આ શખ્સ મુળ બંગાળનો હોવાનું રટણ કરતો હતો. સિક્યુરીટીની ટીમે આ શખ્સને વધુ પુછતાછ માટે પોલીસને સોંપવા તજવીજ કરી હતી.
(3:38 PM IST)










