<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

મનપાના વિવિધ વિભાગમાં વર્ગ ૩ અને ૪માં કુલ ૮૦૦ પૈકી અધધધ...૫૬૬ જગ્‍યા ખાલી :જુઓ સંપૂર્ણ યાદી

જાહેર આવશ્‍યક સેવાના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, રોશની, વોટર વર્કસ તથા ડ્રેનેજ શાખામાં ડ્રાઇવરો, વ્‍હીલ ઓપરેટરો, મશીન ઓપરેટરો, હેલ્‍પર સહિતની વિવિધ જગ્‍યાઓ સીધી ભરતીની તાકીદે કાર્યવાહી કરવા પછાતવર્ગ, મ્‍યુનિ.કર્મચારી મંડળની મ્‍યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટ તા. ૭ :.. મહાનગરપાલિકાની સોવેમે શાખા, રોશની વિભાગ, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખા, જાહેર આવશ્‍યક સેવાનું મહેકમ સેટઅપ મુજબ ડ્રાઇવરો, હેવી વ્‍હીકલ ઓપરેટર, ડ્રાઇવર કમ મશીન ઓપરેટર, ડ્રાઇવર કમ મશીન ઓપરેટર, હેલ્‍પર, મજૂર, ફિલ્‍ડ વર્કર, પેટ્રોલરની પ૬૬ ખાલી જગ્‍યાઓ પડેલ છે. ત્‍યારે આ મ્‍યુનિ. કર્મચારી  મંત્રી દ્વારા મ્‍યુનિ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે કર્મચારી મંડળે પાઠવેલ મહાનગરપાલિકાનાં તંત્ર દ્વારા જુનિયર કલાર્ક, નાયબ કાર્યપાલક ઇજનેર, આસી. એન્‍જીનીયર, એકાઉન્‍ટ કલાર્ક, ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ, સર્વેયર-વર્ક આસીસ્‍ટન્‍ટ, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, એડી આસી. એન્‍જીનીયર, ફિલ્‍ડ વર્કર, વોર્ડ ઓફીસર, મેનેજર, ફાયર ઓપરેટર, સીસ્‍ટમ એનાલીસ્‍ટ ડેપ્‍યુટી હેલ્‍થ ઓફીસર વગેરે જુદા જુદા ટેકનીકલ અને નોન ટેકનીકલ સવર્ગોની સીધી ભરતીઓ કરવામાં છે.

વર્ષ ૧૯૭૯ થી રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કાર્યરત થયેલ છે. સાથો સાથ તંત્રનું મહેકમ સેટ અપ મંજૂર થયેલ છે અને ૧૯૭૯ થી આજ દિન સુધીમાં શહેરનું ક્ષેત્રફળ બમણું થયેલ છે. સાથો સાથ વસ્‍તી વધારો પણ થયેલ છે. કોર્પોરેશનનાં ક્ષેત્રફળ અને કામગીરીનો વ્‍યાપમાં ખુબ જ જ વધારો થયેલ છે. તેની સરખામણીમાં સોવેમે શાખા રોશની વિભાગ, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખામાં વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓ વય મર્યાદાથી નિવૃત થયેલ હોય, તેમજ અવસાન પામેલ હોય જેના કારણે મહેકમ સેટ અપ મુજબની ખાલી જગ્‍યાઓ વર્ષોથી પડેલી છે. જુદા જુદા ટેકનીકલ અને નોટ ટેકનીકલ સવર્ગોની સીધી ભરત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય અને પાયાની બેઝીક કામગીરી કરતા ડ્રાઇવરો-હેવી વ્‍હીકલ ઓપરેટર, ડ્રાઇવર કમ મશીન ઓપરેટર - હેલ્‍પર, મજૂર, ફિલ્‍ડ વર્કર, પેટ્રોલર સવર્ગોની ખાલી પડેલ જગ્‍યાઓ ઉપર સીધી ભરતી ન થતી  હોય જેના કારણે આવશ્‍યક સેવાઓ ધીમી ગતિએ ચાલે છે.

પત્ર કામગીરી થતી નથી. અને રા.મ.ન.પા.નાં તંત્ર પર આર્થિક ભારણ વધુ ને વધુ થાય છે. રાજકોટ મહાનગર પાલિકામાં ખાનગી કોન્‍ટ્રકટરો દ્વારા આપવામાં આવતા કર્મચારીઅનું શોષણ થાય છે. કોન્‍ટ્રાકટર પધ્‍ધતિથી કામગીરી કરતા કર્મચારીઓ નામદારકોર્ટનો આશરો લે છે પરિણામે સામાજિક અસંતોષ ફેલાય છે. ત્‍યારે આ અંગે તાકિદે યોગ્‍ય કરવા માંગ છે.

(3:47 PM IST)