News of Thursday, 8th May 2025
રાજકોટ જેલમાં બિમારીથી હત્યાના ગુનાના કેદીનું મોત
દ્વારકા પંથકના રહેવાસી વૃધ્ધ કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૮: શહેરની સેન્ટ્રલ જેલમાં રખાયેલા પાકા કામના કેદી રાતે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ દ્વારકા પંથકના કલ્યાણપુરના રહેવાસી મેરામભાઇ રામાભાઇ ડાંગર (ઉ.વ.૬૯)ને હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયા હોઇ રાતે નવી જેલ-૧માં બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. બી. રાણીંગાએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. શ્વાસની બિમારી મૃતકને હતી. (૧૪.૫)
(11:15 AM IST)










