News of Thursday, 8th May 2025
રાજકોટ શહેર-જીલ્લામાં વરસાદી પુર-વાવાઝોડા-આપતિ સમયે કોઇપણ માનવ કે પશુ મૃત્યુ ન થાય તેવુ ટીમ વર્ક કરો
તાલીમી લોકો-અનાજ પુરવઠો-દવાનો જથ્થો-બચાવ રાહત સાધનો-વીજ પાવર અંગે સમીક્ષા કરવા સૂચના : કલેકટર કચેરીમાં પ્રી-મોન્સુન તૈયારી અંગે બેઠકઃ વાયરલેસ સેટ-કન્ટ્રોલર રૂમ શરૂ કરી દેવા આદેશો

રાજકોટ તા. ૮ :.. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાગૃહ ખાતે વર્ષાઋતુ-૨૦૨૫ પ્રી-મોનસુન ઙ્કીપેર્ડનેસનાં આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.
વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમ કે, બચાવ અને રાહત કામગીરી, અનાજ અને પુરવઠાની જાળવણી, વીજળી, આરોગ્ય, ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, વિવિધ બિન સરકારી સંસ્થાઓની યાદી, વોંકળા- નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો તેમજ આપત્તિના સમયે જરૂરી સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
ઉપરાંત, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ફલડ કંટ્રોલ યુનિટ, તેમજ લાયઝન અધિકારીની નિમણૂક કરવા, સાવચેતી અંગેના સંદેશા ગ્રામ્ય કક્ષા સુધી તાત્કાલિક પહોંચાડવા, કોઝવે પર સાઈન માર્ક કરવા, નીચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરવા,પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, ડેમ કેનાલની ચકાસણી, આવશ્યક મટીરીયલ, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરેની તૈયારી કરવા આદેશો કરાયા હતાં.
આપત્તિના સમયે એક પણ માનવ કે પશુના મૃત્યુ ન થાય તે માટે આગોતરા આયોજન કરી સર્વે ટીમની રચના કરવા અંગે નકકર કામગીરીની સુચના અપાઇ હતી.
ઉપરાંત તાલીમી માનવ બળ અને રેસક્યુના સાધનો ઉપલબ્ધ રાખવા સુચના આપવામાં આવી હતી. આપદા મિત્રને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનાવવા, વરસાદ માપક યંત્ર ર્વકિંગ કન્ડિશનમાં રાખવા, અધિકારીઓએ ગાડીમાં ટોર્ચ,દોરડા, લાઇફ જેકેટ જેવા સાધનો હાથવગા રાખવા સહિત જરૂરી સુચના જિલ્લા કલેકટરએ આપી હતી
(2:09 PM IST)










