News of Thursday, 8th May 2025
રાજકોટ હરિપરના પાટીયે હિતેષ ચોહાણ પર સાથે જ કામ કરતાં શખ્સોનો ખુરશી અને પાઇપથી હુમલો
મુળ અમરેલી પંથકનો યુવાન કેટરર્સનું કામ કરે છેઃ તેને લેવા મુકવા કાર લઇને સાથે આવતાં શખ્સો વારંવાર ગાળો બોલી અપમાનીત કરતાં હોઇ આ વાતે ટપારતાં ફટકાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: શહેરના કાલાવડ રોડ પર હરપિરના પાટીયા પાસે રહેતાં મુળ અમરેલી પંથકના યુવાન પર વહેલી સવારે હરિપરના પાટીયા નજીક તે ચા પીવા હોટલે ઉભો હતો ત્યારે સાથે જ કામ કરતાં શખ્સો સહિતનાએ ઝઘડો કરી ખુરશીથી અને લાકડા, પાઇપથી માર મારતાં ગળાના ભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જાણવા મળ્યા મુજબ મુળ અમરેલીના બરવાળા બાવીસી ગામનો હિતેષ દિનેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) હાલ રાજકોટના હરિપરના પાટીયા પાસે રૂમ રાખીને રહે છે અને કેટરર્સનું કામ કરે છે. સવારે ચારેક વાગ્યે તે હરિપર પાટીયે દ્વારકાધીશ પાનના ગલ્લા નજીક ચાના થડે ચા પીવા ઉભો હતો ત્યારે કાર લઇને આવેલા ધર્મેશ, મીત સહિતના શખ્સોએ ઝઘડો કરી હોટલ પાસે પડેલી ખુરશી તેમજ ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો.
હિતેષે જણાવ્યું હતું કે પોતે કેટરર્સમાં કામે જાય ત્યારે ધર્મેશ, મીત તેને જે તે સ્થળે લઇ જવા મુકવા કાર લઇને સાથે આવે છે. પોતે કારમાં આગળ બેસતો હોઇ તે વખતે આ શખ્સો ન બોલવાનું બોલી અપમાનીત કરી વારેઘડીએ ગાળો દેતાં હોઇ તેને આવુ કરવાની ના પાડી ટપારતાં ખાર રાખ્યો હતો. દરમિયાન સવારે પોતે ચા પીવા માટે ઉભો ત્યારે આ શખ્સો કાર લઇને આવ્યા હતાં અને હુમલો કરી ભાગી ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(2:55 PM IST)










