તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
મોટામવા સહિત ૪ ટીપી સ્કીમ પરામર્શ માટે તૈયાર
છેલ્લા એક વર્ષ બાદ ટીપી પ્લાનીંગ વિભાગે આળસ ખંખેરી મનપા અને રૂડાની ૧૦ ટીપી સ્કીમોની ફાઈલ મ્યુની.કમિશનર સમક્ષ મુકાઈ

રાજકોટ, તા.૮: શહેર સ્માર્ટસીટીની દોડમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરનો વ્યાપ ચારેય દિશામાં વધવા લાગ્યો હોય વર્ષોથી પેન્ડીંગ રહેલ તેને તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારો સહિતના વિસ્તારોની ટીપી સ્કીમો બનાવવાનો પ્રારંભ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત મોટા મૌવા સહિતની ચાર ટીપી સ્કીમો પરામર્શ માટે તૈયાર કરવામાં આવી છે. આથી મનપા અને રૂડાની ૧૦ ટીપી સ્કીમોની ફાઈલ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર મુકવામાં આવી છે. જે વિચાર વિમર્શ અને મંજુરી મળ્યા બાદ સરકારમાં રજૂ કરવામાં આવશે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ એક વર્ષથી વધુ સમય થવા છતાં ટાઉન પ્લાનીંગ વિભાગ સુસુક્ત અવસ્થામાં હતો જેને હવે આળશ ખંખેરી હોય તેમ અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. જ્યારેબીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ ટીપી સ્કીમ પેન્ડીંગ હોય તેવા વિસ્તારો અને રૂડા હેઠળ આવતા વિસ્તારોની ટીપી સ્કીમો તૈયાર કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા થોડા સમયથી બિલ્ડરલોબી દ્વારા ટીપી સ્કીમ મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆતો થયેલ જેના પગલેસરકારે આદેશ આપતા રૂડાની અને મનપા સહિતની ૧૦ટીપી સ્કીમોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ મોટામવા સહિતના વિસ્તારોની ચાર ટીપી સ્કીમો પરામર્શ માટે તૈયાર કરવામાં આવી છે. જેની ફાઈલ કમિશનર સુધી પહોંચાડવામાં આવેલ હોય આગામી જનરલ બોર્ડમાં ટીપી સ્કીમોની દરખાસ્ત રજૂ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જનરલ બોર્ડમાં મંજુરી મળ્યા બાદ ટીપી સ્કીમ સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવશે.
(4:38 PM IST)










