News of Thursday, 8th May 2025
રાજકોટ શહેર-જીલ્લાના પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા રાજકોટમાં કલેકટર-મ્યુ.કમિશ્નર-સીપી સહિતના અધીકારીઓ સાથે બેઠક
કર્મચારીઓની રજા રદઃ તમામ સંવેદનશીલ સ્થળો હાઇએલર્ટઃ પેટ્રોલ-ડીઝલનો હાલ પુરતો જથ્થોઃ રિવ્યુ મીટીંગનો પ્રારંભ ઘણા સમયથી આવ્યો ન હતોઃ યુધ્ધની સ્થિતી અંગે તમામ તૈયારીઓ તથા પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે જનરલ રિવ્યુઃ રાહુલ ગુપ્તા

રાજકોટ, તા. ૮: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉદ્વવી છે.
દરમિયાન ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ છે ત્યાં હાઈ એલર્ટ મૂકી દિધુ છે, તમામ જિલ્લાને સાબદા કર્યા છે. તથા દરેક જિલ્લામાં જિલ્લાના પ્રભારી સચિવને મોકલીને અને યુદ્ધ થાય ત્યારે તકેદારી રૂપે કયા પ્રકારની તૈયારી કરવી તે બાબતે સમીક્ષા બેઠક યોજવા આદેશો કર્યા છે.
આ સંદર્ભે આજે રાજકોટ જિલ્લા પ્રભારી સચિવ અને રાજકોટના પૂર્વ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા બપોરે ૧૨:૦૦ વાગે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેર જિલ્લામાં કોઈપણ પ્રોબ્લેમ નથી ઘણા સમયથી હું આવ્યો ન હતો. આથી જનરલ રીવ્યુ લેવા માટે આ મીટીંગ યોજી છે. જેમાં રાજકોટ શહેર જિલ્લામાં દવાનો સ્ટોક, આરોગ્ય અંગેની કાર્યવાહી મેડિકલ સ્ટાફ ડોક્ટરો નર્સ પેટ્રોલ ડીઝલનો પૂરતો જતો તથા શહેર - જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો-સ્થળો અંગે સમીક્ષા થઇ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેર જિલ્લામાં પ્રિમોનસુનની કામગીરી તેમજ સંભવિત વાવાઝોડા તથા અતિવળષ્ટિ સંજોગોમાં કયા પ્રકારના પગલા લેવા તેમની પણ સમીક્ષા થશે અને તમામ સ્ટાફ પાસેથી વિગતો લેવામાં આવશે.
ડો.રાહુલ ગુપ્તા કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે કલેકટર શ્રી પ્રભવ જોશી, એડીશ્નલ કલેકટર આલોક ગૌતમ તથા અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું બપોરે ૧૨:૩૦ વાગ્યાથી મહત્વની મિટિંગ શરૂ થઇ છે જે બપોરે ત્રણ વાગ્યા સુધી બેઠક ચાલે તેવી કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ શકયતા દાખવી રહ્યા છે
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિ સંદર્ભે...
(4:38 PM IST)










