હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ સહિત ગુજરાતના ૭ એરપોર્ટ આજે પણ બંધઃ એરપોર્ટને નોટિસ ટૂ એરમેન અપાયું

રાજકોટ તા. ૯ :.. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટીસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. હવે આ એરપોર્ટ પર કોઇપણ પ્રકારની પેસેન્જર ફલાઇટસ ચલાવવાની મંજૂરી નથી. પાકિસ્તાન દ્વારા સતત હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા કુલ ર૪ એરપોર્ટ પર એરમેનને નોટીસ જારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટીસ આપવાથી ફલાઇટ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજકોટ હિરાસર એરપોર્ટના અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું કે કાલે ૧૦ મીએ ફલાઇટો ઉડશે કે કેમ તો અંગે આજે મોડેથી જાણકારી મળશે, હાલ બધુ બંધ છે.










