<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટ યાર્ડ ત્રીજા દિવસે પણ બંધ

જે.કે.ટ્રેડીંગ કાુ. દ્વારા ૧રપ કમીશન એજન્‍ટોને બાકી નાણા ન ચુકવાતા કમિશન એજન્‍ટોની હડતાલ

રાજકોટ, તા., ૯: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કમીશન એજન્‍ટોએ  ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખતા યાર્ડમાં કરોડોનું ટર્નઓવર ઠપ્‍પ થઇ ગયું છે.

મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્‍ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્‍ટ  કમીશન એજન્‍ટોને ન ચુકવાઇ ત્‍યાં સુધી  કમીશન એજન્‍ટ એસોસીએશન દ્વારા અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધનું એલાન આપ્‍યું હતું. દરમિયાન આજે ત્રીજા દિવસે પણ   યાર્ડના તમામ કમીશન એજન્‍ટોએ બંધ પાળતા યાર્ડમાં મગફળી, કપાસ સહિતની તમામ જણસીની હરરાજી ઠપ્‍પ થઇ ગઇ હતી. કમીશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્‍યું હતું કે યાર્ડના કમીશન એજન્‍ટોને જે.કે. ટ્રેડીંગ કંપની દ્વારા બાકી પેમેન્‍ટ નહિ ચુકવાય ત્‍યાં સુધી યાર્ડ બંધ રહેશે. પોલીસ કમિશ્નરને રજુઆત કરાઇ છે. પોલીસે તપાસ ચાલુ કરી છે. પેઢી સંચાલકો સામે કાર્યવાહી ન થાય ત્‍યાં સુધી હડતાલ યથાવત રહેશે.

(2:55 PM IST)