News of Friday, 9th May 2025
મુકેશ દોશી કે લીએ કર્મ હી જીવન કા સાર, લોકપ્રિયતા કા યહી અધિકારઃ હેપ્પી બર્થડે
ચલતા રહુંગા પથ પર, ચલને મેં માહિર હો જાઉંગા, યા તો મંજીલ મિલ જાએગી, યા અચ્છા મુસાફીર બન જાઉંગા

રાજકોટ, તા.,૯ : જસદણ તાલુકાના ભાડલા ગામના વતની મુકેશ દોશીએ પોતાની આવડત અને કુનેહથી રાજકોટ મહાનગરના જાહેરજીવન, સમાજજીવન, સેવાક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરેલ છે. શિશુ વયથી જ સંઘના સ્વયંસેવક હોવાના નાતે રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હોય રાજકીય ક્ષેત્રમાં ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઈને નાની મોટી અનેક જવાબદારીઓ સંભાળી તેમજ લોકલડતો-યાત્રાઓમાં ભાગ લીધો. શહેર ભાજપના બે ટર્મ મંત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર ભાજપના પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી પોતાની કાબેલિયત પૂરી કરનાર મુકેશભાઈએ કોર્પોરેશનથી લઈને લોકસભાની ચૂંટણીમાં અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે. આજે ૯ મેએ તેમણે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મુકેશ દોશી યુવાનોના રાહબર તરીકે યંગ સ્ટાર ક્લબ ઓફ રાજકોટ, વિવેકાનંદ યુથ ક્લબ, સાહિત્ય સેતુ, એન.જી.ઓ. ફેડરેશન, માતળભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી નિધિ ક્રેડિટ સોસાયટી, રક્તદાન-ચક્ષુદાન-દેહદાન, થેલેસેમિયા જનજાગળતિ અભિયાન સમિતિ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ, કોટેચા ગર્લ્સ સ્કૂલ ટ્રસ્ટ, વિઝડમ સ્કૂલ,ભાડલા હવેલી સહિતની સંસ્થાઓના સુકાની તરીકેની જવાબદારી સંભાળે છે. મુકેશ દોશીએ યંગ સ્ટાર બ્લડ બેંકના માધ્યમથી વન ફેમિલી વન ડોનરનું સૂત્ર વહેતુ કરી લગભગ ૧૫૦૦થી વધુ રક્તદાન શિબિરો યોજી ૨૫૦૦૦૦ થી વધુ રક્ત દાતાઓને નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કર્યા.
ભારતીય સંસ્કળતિ વિરૂધ્ધની પ્રવળત્તિ હોવા છતાં સમાજની વરવી વાસ્તવિકતાને ધ્યાને લઇ રાજકોટ થી ૧૪ કિલોમીટર દુર ભવ્યથી ભવ્ય વળધ્ધાશ્રમ દીકરાનું ઘરનું નિર્માણ કર્યું જેમાં આજે ૬૦ થી વધુ માવતરો વિનામુલ્યે છેલ્લા ૨૮ વર્ષથી પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહ્યા છે. સાત વર્ષથી ૨૨ માં-બાપ વગરની અથવા બાપ વગરની દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ કરે છે જેમાં આજ સુધીમાં ૧૬૫ દીકરીઓના પિતા બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જાણીતા દાનવીર પૂ. દીપચંદભાઈ ગારડી સાથે અત્યંત નિકટનો નાતો ધરાવતા મુકેશ દોશી ઉપર તેમને અપાર શ્રદ્ધા હતી મુકેશ દોશીના માધ્યમથી પૂજ્ય ગારડી સાહેબે સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓમાં કરોડો રૂપીયાનું શ્રીદાન વહાવ્યું જેમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનો પણ સમાવેશ થાય છે.
મુકેશ દોશીની ૩૦ વર્ષની જાહેર જીવનની યાત્રા દરમિયાન તેમને ૫૦૦થી વધુ સન્માનો પ્રાપ્ત થયા છે જેમાં રાજ્યસરકારના યુવક સેવા અને સંસ્કળતિક પ્રવળતિના વિભાગ દ્વારા ૨૦૦૧માં ભાવનગર ખાતે પૂજય મોરારીબાપુના વરદ હસ્તે મળેલ શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્ત ના એવોર્ડ નો પણ સમાવેશ થાય છે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં સમાજના સહકારથી સતત ૪૮ દિવસ સુધી રાહત રસોડું કીટ વિતરણ નાસ્તા વિતરણ થેલેસેમિક બાળકો માટે રક્તની વ્યવસ્થા પ્લાઝમાં બ્લડની વ્યવસ્થા રક્તદાન શિબિરોનું આયોજન કરી સામાજિક ઉતરદાયિત્ય નિભાવ્યું હતુ.
મુકેશ દોશીનાં મોબાઈલ નંબર ૯૮૨૫૦૭૭૭૨૫ ઉપર શુભકામનાઓ વરસી રહી છે.
(11:46 AM IST)










