<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટના ઘાંચી સમાજને એકતાંતણે બાંધનાર સમાજ સુધારક ઓસમાણભાઇ ભૂવરની વફાતઃ કાલે ઝિયારત

એડવોકેટ ખૈરૂનબેન ભૂવરના પિતા,કેશોદના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષકની વિદાય : સુન્ની મુસ્‍લિમ સમૂહશાદી એકતા ગ્રુપ (જંગલેશ્વર)ના આયોજક તરીકે પડેલી ખોટ

  રાજકોટ તા. ૯ :..   સમસ્‍ત સુન્ની મુસ્‍લિમ ઘાંચી સમાજ રાજકોટ ના પ્રમુખ  ઓસમાણભાઈ  ભુવર (ભુવર સાહેબ)  તેમના નિવાસ સ્‍થાને (ભરત વન સોસાયટી-૨ ગાયત્રી હોલ પાસે) ગઇ રાતે હાર્ટ એટેક આવવા થી અવસાન પામ્‍યા છે.

મર્હુમ ઓસમાણ ભાઈ ભુવરની દફન વિધિ અંતિમ યાત્રા આજરોજ શુક્રવારે જ  જુમ્‍માની નમાજ બાદ ૩  કલાકે તેમના નિવાસ સ્‍થાનથી હુબ્‍લિશાહ કબ્રસ્‍તાન ફાયબ્રિગેડ પાસે ભાવનગર રોડ રાજકોટ) ખાતે રાખેલ છે, અને મર્હુમ ઓસમાણ ભાઈ ભુવરની ઝિયારત તારીખ ૧૦-  શનિવારના રોજ સવારે ૧૦ કલાકે હસનશાહ પીર ની દરગાહ જંગલેશ્વર ખાતે રાખેલ છે,

આ અંગે  અફઝલભાઈ મહેતરે દુઃખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે   ઘાંચી સમાજે એક ખરા અર્થમાં કહી શકાય તેવો સમાજ રત્‍ન ખોયો છે, જે ખરે ખર રાજકોટ ના ઘાંચી સમાજ ને કયારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે, તેઓ  એક શિક્ષક હતા અને સાથો સાથ સમાજ સુધારક પણ હતાં.

રાજકોટમાં વસતા ઘાંચી સમાજ ને એક કરવાનું નેક કામ  શરૂ કરવામાં આવેલું, અને આજે એના ફળ સ્‍વરૂપે  ઘાંચી સમાજ એક તાંતણે બંધાયેલો છે,  જેમાં સોરઠીયા ઘાંચી, ઝાલાવડિયા ઘાંચી, ભાદર કઠિયા ઘાંચી, રાંધનપુરા ઘાંચી, હાલાઇ ઘાંચી, વગેરે અલગ અલગ વાડા સમાજને એક તાંતણે બાંધી ને સમાજ ના વિકાસ માટે ના અથાગ પ્રયત્‍નો કરેલ, સમુહ લગ્નોત્‍સવ, સમાજ પરિચય મેળો, લોકો માં શિક્ષણ માટે જાગળતિ,  જરૂરિયાત મંદ લોકો  ના નાના મોટા કામ માટે સદા તત્‍પર રહેવું, સમાજ ઉપયોગી કાર્યો કરવા. માટે   ઓસમાણભાઈ ભુવર સદા તત્‍પર રહેતા હતા. (સંપર્ક : મુન્નાભાઇ ભુવર મો. નં. ૯૮૭૯૯ ૬૭૭૭૪) (એડવોકેટ ખૈરૂનબેન મો. નં. ૮૪૮૭૯ ૪૦૮૧ર)

જાણવા મળ્‍યા મુજબ મહિલા એડવોકેટ ખૈરૂનબેન ભૂવરના પિતાજી ઓસમાણભાઇ નૂરમામદભાઇ ભૂવર (ઉ.વ.૭૭) ગઇ રાતના હૃદયરોગના હુમલાથી વફાત પામ્‍યા છે. તેઓ ગુલામભાઇ તથા અબૂબકકરભાઇના પિતા થતા હતાં. મૂળ મોરબીના રહીશ હતા અને સેકન્‍ડરી સ્‍કુલ-કેશોદ ખાતે ફરજ બજાવતા હતા અને ત્‍યાં જ નિવૃત્ત થયા બાદ રાજકોટ સ્‍થાયી થયા હતાં.

તેઓ ઘણા વર્ષોથી હિન્‍દુ-મુસ્‍લિમ સમૂહલગ્નનું જંગલેશ્વર વિસ્‍તારમાં સુંદર આયોજન કરતા હતાં. એક કર્તવ્‍યનિષ્‍ઠ, પ્રમાણિક અગ્રેસરની પ્રતિભા ધરાવતા હતા અને શ્રેષ્‍ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતાં. તેઓ અંગ્રેજી વિષયના શિક્ષક હતાં.

શુક્રવારના દિવસે જ આજે બપોરે નમાઝ પછી  જનાઝા નિકળતા તેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતાં.

આ તકે જંગલેશ્વર આમ સુન્ની મુસ્‍લિમ સમુહ શાદી એકતા ગ્રુપના સંયોજક ઇબ્રાહીમભાઇ સોરાએ મુસ્‍લિમ સમાજે એક નખશિખ આગેવાનને ગુમાવી દીધાનું જણાવી શ્રધ્‍ધાંજલી વ્‍યકત કરી છે. (પ-૯)

(11:48 AM IST)