<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

કોઠારીયામાં ત્રણ બહેનના એક જ ભાઇ રાહુલ ડવનો ગળાફાંસો ખાઇ આપઘાત

બાવીસ વર્ષના યુવાનના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: ડવ પરિવારમાં શોકની કાલીમાઃ કારણ બહાર ન આવતાં પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૯: કોઠારીયામાં રહેતાં ત્રણ બહેનના એકના એક ભાઇ બાવીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. ત્રણ મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા ગામમાં  ગોપાલ હેરીટેજ સરકારી સ્‍કૂલની પાસે રહેતાં અર્જુન હરેશભાઇ ડવ (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને જાણ થઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને ભગીરથસિંહે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર અર્જુન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા એસટી ડ્રાઇવર છે. અર્જુનના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં જ હેમાલી નામની યુવતિ સાથે થયા હતાં. રાહુલે આપઘાત શા માટે કર્યો? તેની વિગતો સામે ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૫)

(11:50 AM IST)